• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત, અમેરિકા અને બ્રિટેનની બેજવાબદારીનું પરિણામ 26/11!

|

ન્યૂયોર્ક, 22 ડિસેમ્બર: આપણે હંમેશા એવું કહીએ છીએ કે અમેરિકા અને બ્રિટેન હંમેશા પોતાની સુરક્ષા માટે ચિંતિત રહે છે અને તેમને અન્ય દેશોની પરવાહ નથી. ન્યૂયોર્ક ટાઇમ્સનો એક અહેવાલ આ વાતની ખરાઇ કરવા માટે પુરતો છે. પરંતુ આ રિપોર્ટ ભારતને પણ ચેતાવણી જેમ જ કે જો આપને કોઇ અન્ય દેશ તરફથી કોઇ જાણકારી આપવામાં આવી રહી હોય તો તેની અણદેખાઇ કરવાને બદલે આપ તેની પર તુરંત કાર્યવાહી કરો.

ઝફર શાહ પર હતી બ્રિટેનની નજર

સોમવારે અમેરિકાના લીડિંગ ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સ તરફથી આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે કેવી રીતે બ્રિટેન, અમેરિકા અને અહીં સુધી કે ભારતની સુરક્ષા અને ઇંટેલીજન્સ એજન્સીઓએ ધ્યાન આપવું જરૂરી સમજ્યું નહીં.

આ અહેવાલમાં સૌથી મહત્વનો ઉલ્લેખ છે 30 વર્ષના કમ્પ્યુટર એક્સપર્ટ જફર શાહનો જે લશ્કર-એ-તૈયબા માટે કામ કરતો હતો અને જેણે ગૂગલ અર્થની મદદથી આતંકવાદીઓને મદદ કરી. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ઝફર પાકિસ્તાનના પહાડી વિસ્તારનો રહેનારો હતો અને તેણે મુંબઇ હુમલામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી.

ઝફર લશ્કર માટે ટેક્નોલોજી ચીફ માટે કામ કરતો હતો અને તેણે ગૂગલ અર્થની મદદથી મુંબઇમાં તે વિસ્તાર અંગે આતંકવાદીઓને જાણકારી આપી હતી, જે વિસ્તારોને તેમના નિશાના પર લેવાની હતી. ઝફરે એક ઇંટરનેટ ફોન સિસ્ટમનું સેટઅપ કર્યું જેથી તેઓ પોતાના લોકેશન અંગે લોકોને ભ્રમિત કરી શકે. આ ફોન દ્વારા તેના કોલનું લોકેશન ન્યૂજર્સી આવતું હતું.

ઓનલાઇન મળી તાજ હોટલની જાણકારી

મુંબઇ હુમલાના થોડા દિવસો પહેલા ઝફરે ઓનલાઇન એક જ્યૂઇશ હોસ્ટલ અંગે જાણકારી મેળવી અને બાદમાં તેણે બે લક્ઝુરીસ હોટલ અંગે જાણકારી મેળવી. મુંબઇ હુમલામાં નારીમન હાઉસ, તાજ હોટલ અને ઓબેરોય ટ્રાઇટેંડ હુમલાનો મોટો નિશાનો બન્યા હતા. આ હુમલામાં 166 લોકોની મોત થઇ ગઇ હતી જેમાં છ અમેરિકનો પણ સામેલ હતા.

નવેમ્બરમાં આ આતંકવાદી હુમલો થયો હતો અને સપ્ટેમ્બર સુધી તેને તે વાતની ખબર પણ ન્હોતી કે બ્રિટેનની જાસૂસી એજન્સીઓ તેની પર ધ્યાન રાખી રહી છે. બ્રિટેનની જાસૂસી એજન્સી તરફથી ઝફરના ઇંટરનેટ સર્ચ અને તેના મેસેજ અંગે ટ્રેક કરવામાં આવી રહ્યો હતો.

ભારતને આપવામાં આવી હતી ચેતાવણી

માત્ર જાસૂસ જ ઝફર પર નજર ન્હોતા રાખી રહ્યા પરંતુ ભારતીય ઇંટેલીસન્સની આ પ્રકારની એક શાખા પણ પોતાની નજર રાખી રહી હતી. જ્યારે બીજી તરફ અમેરિકાને ભારત અને બ્રિટેન તરફથી કરવામાં આવેલા આ પ્રયાસો અંગે કોઇ જાણકારી ન્હોતી.

પરંતુ તો પણ અમેરિકાને બીજી ઇલેક્ટ્રોનિક અને માનવીય સૂત્રો તરફથી મુંબઇ હુમલાના કાવતરાની ભાળ મળી ચૂકી હતી. ભારતના સુરક્ષા અધિકારીઓને મુંબઇ હુમલા અંગે ગણા દિવસો પહેલા ચેતવી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમણે આ ચેતવણીની અણદેખાઇ કરી દીધી.

ત્યારબાદ જે કંઇ પણ બન્યું તે આખી દુનિયાની ઇન્ટેલીજન્સ એજન્સીઓ પર કલંક સાબિત થયું. અમેરિકા, ભારત અને બ્રિટેનની એજન્સીઓ જાણકારી હોવા છતાં કંઇ કરી શકી નહીં.

ભારતના પૂર્વ એનએસએ અને મુંબઇ હુમલા દરમિયાન વિદેશ સચિવ રહેલા શિવ શંકર મેનનના હવાલાથી ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે બ્રિટેન, અમેરિકા અને ભારતીયો તરફથી કંઇપણ કરવામાં ના આવ્યું. જ્યારે મુંબઇ હુમલો થયો ત્યારે એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું, ત્યારે બ્રિટેન અને ભારતીય અધિકારીઓની વચ્ચે ઘણી બેઠકો પણ થઇ.

હેડલીની પત્નીએ જણાવ્યું હતું મુંબઇ મિશન અંગે

બ્રિટેનની પાસે ઝફરની દરેક કમ્યુનિકેશનનો ડેટા હાસલ કરવાનું માધ્યમ હતું પરંતુ તેને લાગ્યું કે ઝફરની પાસે જે ઝાણકારી છે તે તેને ખતરાની ભાળ મેળવવા માટે પૂરતી નથી.

જ્યારે અમેરિકા પણ તેમાં અસફળ સાબિત થયું. આ હુમલાના મુખ્ય આરોપીઓમાંથી એક ડેવિડ કોલમેન હેડલી, જો કે એક પાક-અમેરિકન નાગરિક હતો, તેના અંગે તેની પત્ની પાસેથી ઘણી મહત્વની માહિતી આપી દીધી હતી. તેની પત્નીએ અમેરિકાની કાઉંટર-ટેરરિઝમ એજન્સીઓના અધિકારીઓને આ અંગે જણાવ્યું હતું કે હેડલી એક પાકિસ્તાની આતંકવાદી છે જે મુંબઇમાં એક રહસ્યમય મિશન પર ગયો છે.

આ ઉપરાંત હેડલીએ આ હુમલા સાથે જોડાયેલ જેટલા પણ ઇમેઇલ એક્સચેંજ કર્યા તેની પર અમેરિકન અધિકારીઓએ કોઇ ધ્યાન આપ્યું નહીં. જ્યારે શિકાગોમાં તેને વર્ષ 2009માં ધરપકડ કરવામાં આવ્યો ત્યારે તેના ઇમેઇલ્સની તપાસ શરૂ કરી.

English summary
Mumbai terror attack 26/11 is a massive failure of US, British and Indian intelligence agencies. New York Times exclusive report says that intelligence agencies of these nations missed very basic intelligence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more