For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેનઝીર હત્યાકાંડમાં મુશર્રફની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

musharraf
ઇસ્લામાબાદ, 26 એપ્રિલ: પાકિસ્તાનના અધિકારીઓએ બેનઝીર ભુટ્ટો હત્યાકાંડમાં ગુરૂવારે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. આતંકવાદ નિરોધક કોર્ટ દ્રારા 2007ના આ મુદ્દાની તપાસમાં પૂર્વ રાષ્ટ્રપતિને પણ સામેલ કરવાના નિર્દેશ આપ્યા બાદ તપાસકર્તાઓએ આ પગલાં ભર્યા હતા.

સંઘીય તપાસ એજન્સી (એફઆઇએ)ના અધિકારીઓની એક ટુકડીએ ઇસ્લામાબાદના બહારી વિસ્તારમાં બનેલા તેમના ફાર્મ હાઉસમાં મુશર્રફને ઔપચારિક રીતે ધરપકડૅ કરી હતી. ગત અઠવાડિયે મુશર્રફને ન્યાયિક ધરપકડમાં મોકલ્યા બાદ તેને ઉપજેલ જાહેર કરવામાં આવી છે.

એફઆઇએના અધિકારીઓએ કહ્યું હતું કે મુશર્રફ આ ફાર્મહાઉસમાં જ રહેશે પરંતુ તેમને કાલે રાવલપિંડીમાં આતંકવાદ નિરોધક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એફઆઇએ દળના મુશર્રફનું નિવેદન દાખલ કરવામાં આવ્યું છે. જિયો ન્યુઝના સમાચાર મુજબ અધિકારીઓએ મુશર્રફને પુછ્યું હતું કે તેમના શાસનમાં 2007માં પોતાના ઘરે પરત ફરતાં પર્યાપ્ત સુરક્ષા કેમ આપવામાં ન આવી. ગઇકાલે કહેવામાં આવ્યું હતું કે મુશર્રફે કહ્યું હતું કે બેનઝીર ભુટ્ટોને સુરક્ષા આપવામાં આવી હતી અને તેમને પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યાં હતા.

English summary
A Pakistani court has slapped a three-day house arrest order on former military ruler Pervez Musharraf over the murder of ex-Prime Minister Benazir Bhutto more than five years ago, a prosecutor has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X