• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુશર્રફની પાર્ટી પાક ચૂંટણીનો કરશે બહિષ્કાર

By Super
|
parvez-musharraf
ઇસ્લામાબાદ, 4 મેઃ પાકિસ્તાનમાં સત્તા દરમિયાન ઉઠાવેલા પગલાઓને લઇને શ્રેણીબદ્ધ કાયદાકિય મામલાઓનો સામનો કરી રહેલા દેશના પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની પાર્ટીએ 11 મેના રોજ થનારી સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે. મુશર્રફની પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ) તરફથી આ પગલુ પેશાવર હાઇકોર્ટ દ્વારા મુશર્રફ ના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ ઉઠાવ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિની 2007માં દેશમાં આપાતકાળ લગાવવા, પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા અને બલુચ નેતા અકબર બુગતીની 2006માં એક સૈન્ય અભિયાનમાં હત્યા કરવાના મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. પાર્ટી તરફથી આ ઘોષણા પાર્ટી પ્રવક્તા મોહમ્મદ અમજદે એક પ્રત્રકાર પરિષદમાં કહી છે.

તેમણે ગતકાલે કહ્યું કે, જનરલ(સેવાનિવૃત્ત) મુશર્રફનું નામાંકન પત્રોને ખારીજ કરવામાં આવતા પાર્ટીએ આ નિર્ણય લીધો છે. અમજદે કહ્યું કે મુશર્રફ પોતાની વિરુદ્ધના તમામ મામલાઓનો સામનો કરશે અને કોઇપણ આરોપથી ભાગશે નહીં, એપીએમએલ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવેલા તમામ 170 ઉમેદવારને ચૂંટણીથી હટાવવામાં આવ્યા છે.

English summary
The party of former Pakistan military ruler Pervez Musharraf, facing a series of legal cases over his actions while in power, on Friday said it would boycott Pakistan's May 11 general election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more