• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચીનમાં ઈસ્લામ છોડવા માટે મુસ્લિમોને અપાય છે ક્રૂર યાતના

|

ચીનમાં મુસ્લિમો સાથે ક્રૂરતાની ઘટના એક વાર ફરી લાઈમલાઈટમાં આવી છે. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા 20 લાખથી વધુ ઉઈઘર મુસલમાનો માટે માનવ અધિકાર ઉલ્લંઘનનો મામલો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ત્યારે ઉઠાવાયો જ્યારે પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતીય પ્રાંત જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ પર રાગ આલાપવાનો પ્રયત્ન કરો. અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યુ કે, તમને માત્ર કાશ્મીરના મુસ્લિમોની ચિંતા છે, ચીનના મુસલમાનોની ચિંતા કેમ નથી? આ દરમિયાન ઈમરાન ખાનને એમ પણ પૂછાયુ કે તેમને માત્ર કાશ્મીરમાં માનવ અધિકારને લઈ ચિંતા છે, ચીનના મુસલમાનોની ભયાનક સ્થિતિ પર કંઈ કહેવું નથી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની 74મી જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનને પૂછાયા સવાલ

સંયુક્ત રાષ્ટ્ર સંઘની 74મી જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનને પૂછાયા સવાલ

પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ઈરાદા પર પાણી ફેરવતા દક્ષિણ અને મધ્ય એશિયામાં અમેરિકાના કાર્યકારી આસિસ્ટન્ટ સેક્રેટરી એલિસ વેલ્સને સંયુક્ત રાષ્ટ્ર સંઘની 74મી જનરલ એસેમ્બલીના સંબોધન કરતા પાકિસ્તાન પ્રધાનમંત્રીના ચીન વિરુદ્ધ કોઈ અવાજ ન કરવા પર સવાલ કરાયા. એલિવ વેલ્સે કહ્યુ કે ચીનના જીનજિયાંગ પ્રાંતમાં આશરે 10 લાખ મુસલમાનોને કેદ કરી લેવાયા પણ પાકિસ્તાન આ મામલે કોઈ વાંધો લેતુ નથી. જ્યારે કાશ્મીરના મુસલમાનોના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઈચ્છે છે. એલિવ વેલ્સે એવું પણ કહ્યુ કે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનો પ્રોપેગન્ડા સૂંપૂર્ણ રીતે નિષ્ફળ થયો છે.

ચીનમાં મુસલમાનોની સ્થિતિ અત્યંત ખરાબ

ચીનમાં મુસલમાનોની સ્થિતિ અત્યંત ખરાબ

ચીનના જિયજિયાંગ પ્રાંતમાં ઉઈઘર મુસલમાનોની સ્થિતિ અત્યંત ખરાબ છે. જ્યાં મુસલમાનોના ધાર્મિક અધિકાર છીનવી લેવાયા છે. તેમને ઈસ્લામ ઘર્મ ત્યાગવા પર મજબૂર કરવા માટે ડિટેંસેન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જો કે ચીન આ તમામ રિપોર્ટને નકારી રહ્યુ છે. ચીનમાં આ ત્રાસદીનો ભોગ બનેલી એક મહિલાઓ મિડિયા સામે આવી તેની યાતના આખી દુનિયાને જણાવી.

ઈન્ડિપેન્ડન્ટમાં લખાયેલા એક લેખમાં ચીનના જુલમોને વિસ્તારથી જણાવતા ગુલનાઝ નામના એક લેખકે ઉઈધર મુસલમાન મહિલાઓ વિશે લખ્યુ છે કે ચીનમાં તેઓ હંમેશા એ ડર સાથે જીવે છે કે ગમે ત્યારે સરકારનું કોઈ માણસ આવશે અને તેમને ઉઠાવીને લઈ જશે. પોતાના પરિવાર અને બાળકોથી દૂર કરી ક્યાંક નજરબંધ કરી દેશે. એક વાર નજરબંધ થયા બાદ તેમને ખબર નથી હોતી કે તેઓ ક્યાં છે અને ત્યાંથી ક્યારે છૂટશે.

વર્ષ 1949માં ચીનના જિયજિયાંગ પ્રાતમાં ઉઈઘર મુસ્લિમોની વસ્તીના લગભગ 95 ટકા હિસ્સો હતો, જો કે વર્તમાનમાં ઉઈઘર મુસમાનો અને સ્થાનીય હાન સમુદાય વસ્તીના લગભગ પચાસ ટકા અટલે કે બરાબર થઈ ગયા છે. જ્યારે વર્ષ 1949માં જિનજિયાંગ પ્રાંતમાં માત્ર 5 ટકા જ હાન સમુદાયના લોકો હતા. જે બતાવે છે કે ચીનમાં ઉઈઘર મુસલમાનોની સાથે ચીન શું કરી રહ્યુ છે.

મુસલમાનો પર આ રીતે થાય છે અત્યાચાર

મુસલમાનો પર આ રીતે થાય છે અત્યાચાર

ચીનમાં ઉઈધર મુસલમાનો ચીનની આખી વસ્તીના માત્ર 2 ટકા જ છે છતાં ચીન તેમના પરિવારોને સતત નિશાનો બનાવી રહ્યું છે. ચીન ત્રણ રીતે આ મુસલમાનોને ઈસ્લામ ધર્મનો ત્યાર કરવા ટોર્ચર કરે છે. તેમાં પહેલું મુસ્લિમ મહિલાઓના જબરજસ્તી હાન યુવકો સાથે લગ્ન કરાવાઈ રહ્યા છે. બીજુ ચીનમાં તુર્કી ભાષાની જગ્યાએ ચીની મંડારિયનને અનિવાર્ય કરી દેવાયુ છે અને ત્રીજુ ઈસ્લામી ધર્મ અનુસાર દૂસ્તરો અને રિવાયતો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

ઈસ્લામી માન્યતા અનુસાર હિજાબ પહેરી શકતા નથી , દાઢી વધારી શકતા નથી. એટલું જ નહિં 355 મુસ્લિમોના ધ્વનિ પ્રદૂષણને નામે લાઉજ સ્પીકર ઉતારી લેવાયા. ઉપરાંત મુસ્લિમ વિસ્તારોમાં અરબીમાં લખાયેલા સંદેશા પણ હટાવી દેવાના નિર્દેશ અપાયા છે.

ઈસ્લામિક ધાર્મિક સ્થળોને મોટા પાટે નુકશાન

ઈસ્લામિક ધાર્મિક સ્થળોને મોટા પાટે નુકશાન

એટલું જ નહિં પશ્ચિમ જિનજિયાંગ પ્રાંતમાં ચીન ઈસ્લામિક ધાર્મિક સ્થળોને મોટા પાટે નુકશાન પહોંચાડી રહ્યુ છે. ધ ગાર્જિયન અને બેલિંગકૈટને સેટેલાઈટ તસ્વીરોથી 91 ધાર્મિક સ્થળોની દેખરેખ દરમિયાન જાણ્યુ કે પશ્ચિમી જિનજિયાંગ પ્રાંતની આશરે 31 મસ્જિદો અને બે મહત્વના ઈસ્લામિક સ્થળોને વર્ષ 2016થી લઈ 2018ની વચ્ચે નુકશાન પહોંચાડાયુ છે. જેમાં 15 ઈમારતોનો સંપૂર્ણ ખાતમો થઈ ગયો છે.

પ્રશિક્ષણ કેમ્પના નામે કેદમાં રખાય છે

પ્રશિક્ષણ કેમ્પના નામે કેદમાં રખાય છે

ચીનમાં મુસ્લિમો પર થનારા દમન વિરુદ્ધ આખી દુનિયામાં ચીનની આલોચના થાય છે. જો કે તેને આતંકવાદ વિરુદ્ધની લડાઈ ગણાવી દેવાય છે. એક અનુમાન પ્રમાણે ચીનમાં આશરે 20 લાખ ઉઈઘર, કિર્ગિજ સહિત તુર્કી મુસલમાનોની વસ્તી છે. જેમને પ્રશિક્ષણ કેમ્પના નામે બીજીંગમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. તેની પાછળ ચીનનો એકમાત્ર ઉદેશ્ય મુસ્લિમોની વસ્તી ઈસ્લામ ધર્મને ત્યાગે અથવા નાસ્તિક બની જાય તેવો છે. ઈસ્લામિક ધર્મના ખાતમા માટે તેમના ધાર્મિક સ્થળોને નુકશાન કરાઈ રહ્યુ છે. સાથે જ ધાર્મિક સ્થળે આવનારા લોકો માટે પણ અનેક પ્રતિબંધો લગાવાય છે.

ચીનની પંચવર્ષીય યોજનાઓ ઈસ્લામિક ઈમારતોને પાડી દેવાનો એકમાત્ર અભિયાન

ચીનની પંચવર્ષીય યોજનાઓ ઈસ્લામિક ઈમારતોને પાડી દેવાનો એકમાત્ર અભિયાન

વર્તમાન સમયમાં ચીનમાં કુલ 2 કરોડ મુસ્લિમ વસ્તી છે અને આશરે 35000 મસ્જીદો છે. ચીનનું કહેવું છે કે દરેક ધર્મે રાષ્ટ્રના હિતો પ્રમાણે ચાલવું પડશે અને ત્યાના કાયદા માનવા પડશે. જાન્યુઆરી 2019માં ચીન નવી પંચવર્ષીય યોજના લઈને આવ્યુ હતુ. જેમાં સરકારનો હેતુ ઈસ્લામને સમાજવાદના ઢાંચામાં ઢાળવાનું હતુ. વિશ્લેષકો માને છે કે ચીન સરકારની પંચવર્ષીય યોજનાઓ ઈસ્લામિક ઈમારતોને પાડી દેવાના એકમાત્ર અભિયાનનો ભાગ છે.

મસ્જીદમાં જવા માટે આઈડી રજીસ્ટાર કરાવવું પડે છે

મસ્જીદમાં જવા માટે આઈડી રજીસ્ટાર કરાવવું પડે છે

ચીન વહીવટ દ્વાર મુકાયેલા પ્રતિબંધોની અસર જ છે કે જિનજિયાંગ પ્રાંતમાં ક્યારેક મુસ્લિમોની વસ્તી 95 ટકા હતી. તેમણે ડરને કારણે મસ્જીદોમાં જવાનું બંધ કરી દીધુ. કારણ કે ચીન તેમના પર કડક નજર રાખે છે. મસ્જીદમાં ધુસવા માટે મુસ્લિમોને પોતાનું આઈડી રજીસ્ટાર કરાવવું પડે છે. મસ્જીદોમાં વાર્ષિક મહોત્સવના આયોજન પર વર્ષો પહેલા જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

વન ચાઈલ્ડની પોલીસીના નામે મુસ્લિમ વસ્તી પર અંકુશ

વન ચાઈલ્ડની પોલીસીના નામે મુસ્લિમ વસ્તી પર અંકુશ

લંડનમાં વસી ગયેલી મુસ્લિમ મહિલા ગુલનાઝના કહેવા પ્રમાણે ચીની વન ચાઈલ્ડની પોલીસી ખતમ થયા છતાં મુસ્લિમ મહિલાઓના જબરજસ્તી ગર્ભપાત કરાવાય છે. ગુલનાઝે મુસ્લિમોના ઘરોની બહાર લાગેલા ક્યુઆર કોડ સિસ્ટમનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેનો ઉદેશ્ય મુસ્લિમ વસ્તી પર અંકુશ રાખવાનો છે. ચીનમાં એકપણ આતંકવાદી ઘટના ન થતી હોવા છતાં ત્યાના મુસ્લિમો પર આતંકવાદીનો સીક્કો લગાવી દેવાયો છે. જ્યારે જમાત-ઉદ-દાવા, જે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું અંગ છે જેણે ભારતમાં અનેક આતંકી ઘટનાને અંજામ આપ્યો છે, તેની વિરુદ્ધ કઈ પણ કહેવા કે કરવાને બદલે ચીન તેને ટેકો આપે છે.

આ દેશમાં, પિતા હવે આ શરત પર તેની પુત્રી સાથે લગ્ન કરી શકશે, બિલ પાસ થયું

English summary
muslims tortured in the china to leave islam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more