• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું થયું જ્યારે જાપાનમાં ગુજરાતને યાદ કરીને ભાવુક થઇ ગયા મોદી!

|

ટોક્યો, 1 સપ્ટેમ્બર: જાપાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમવારે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ બંને દેશોની વચ્ચે શિખર વાર્તા શરૂ થઇ. જાપાનની પાંચ દિવસીય યાત્રાના ત્રીજા દિવસ સોમવારે જાપાનના વડાપ્રધાન શિંજો અબેએ ટોક્યો સ્થિત જાપાનના બે અતિથિ ગૃહોમાંથી એક અસાકા પેલેસમાં મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. અત્રે મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. મોદીના આ સ્વાગત બાદ બંને દેશોની વચ્ચે શિખર વાર્તા શરૂ થઇ. ત્યારબાદ બંને દેશોની વચ્ચે કેટલાંક કરારો પર હસ્તાક્ષર કરાયા.

આ પહેલા દેશની પ્રાથમિક શિક્ષામાં નૈતિક મૂલ્યો, આધુનિકતા અને અનુશાસનને સમાહિત કરવાની પોતાની યોજનાઓને લાગુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાપાની શિક્ષણ પ્રણાલીને સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો અને ભારતના બાળકોને જાપાની ભાષા શીખવાડવામાં મદદનો આગ્રહ કર્યો.

મોદીએ આજ 136 વર્ષ જૂના તાઇમેઇ પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી તરીકે જાપાની શિક્ષણ વ્યવસ્થા અંગે બારીકાઇથી જાણકારી લીધી. તેમણે વિશેષ રીતે જાણ્યું કે અત્રેના વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોની સાથે સાથે આધુનિક અને અનુશાસન કેવી રીતે ભરવામાં આવે છે. તેમણે સવાલ કર્યો કે શું અત્રેના બાળકોને અનુશાસિત કરવા માટે દંડીત પણ કરવામાં આવે છે. વડાપ્રધાને ઇચ્છા વ્યક્ત કરી કે ભારતના પ્રાથમિક શિક્ષણમાં નૈતિક મૂલ્યો, અનુશાસન અને આધુનિકતાનો સમાવેશ કરવા ઇચ્છે છે અને એજ સમજવા માટે આ જૂની શાળામાં આવ્યા છે.

વાંચો મોદી કેમ થયા ભાવુક...

ફરી ઊભી કરાઇ હતી શાળા

ફરી ઊભી કરાઇ હતી શાળા

નરેન્દ્ર મોદી જે શાળાની મુલાકાત લેવા ગયા હતા, તે શાળા કોઇ કારણસર ધ્વસ્ત થઇ ગઇ હતી તેને બાદમાં ફરીથી ઊભી કરવામાં આવી હતી. મોદીને આ વાત સાંભળીને ગુજરાતની એક શાળાની યાદ આવી ગઇ.

એકબીજાની ભાષા શીખે

એકબીજાની ભાષા શીખે

મોદીએ ભારતીય બાળકોને જાપાની ભાષા શીખાવવામાં અત્રેના શિક્ષણ વિભાગ પાસે સહયોગનો અનુરોધ કર્યો. મોદીએ જણાવ્યું કે આવનારી 21મી સદી એશિયાની હશે. પરંતુ તેના માટે જરૂરી છે કે એશિયાઇ દેશો એકબીજાની ભાષા શીખે અને સામાજિક મૂલ્યોને સમજે.

100 દિવસ પર બોલ્યા મોદી

100 દિવસ પર બોલ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 100 દિવસ પૂરા કરી લેવા પર જણાવ્યું કે અમે જે પગલા ભર્યા છે તેના પરિણામ દેખાઇ રહ્યા છે. હું રાષ્ટ્રીય રાજનીતિમાં નવો છું. પરંતુ અમે લોકોએ જે પગલા ભર્યા છે, તેના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. મોદીએ જણાવ્યું કે ગુડ ગવર્નેંસ અમારી સરકારની પ્રાથમિકતા છે. નરેન્દ્ર મોદીએ પોતાની વાત પોતાની જાપાન યાત્રાના ત્રીજા દિવસે જાપાની ઉદ્યોગપતિઓની વચ્ચે કહી. મોદીએ જણાવ્યું કે ઘણા દિવસો બાદ ભાજપ અને જાપાનમાં પૂર્ણ બહુમતની સરકાર બની છે. આનાથી બંને દેશોની સરકાર માટે વધુ પડકારો ઊભા થયા છે.

ભારતીય શાળાઓમાં જાપાની ભાષા

ભારતીય શાળાઓમાં જાપાની ભાષા

ભારત અને જાપાનની વચ્ચે ભાષાઇ સંબંધ પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાપાની શિક્ષકોને મુલાકાત કરી અને તેમને ભારતમાં લોકોને જાપાની ભાષા શીખવાડવા માટે અનુરોધ કર્યો. મોદીએ આ એક્ટિવિટી ઇન્ટરનેટ દ્વારા કરવાનું પણ જણાવ્યું.

જાપાની વ્યાપારીઓને ગુજરાતનું આપ્યું ઉદાહરણ

જાપાની વ્યાપારીઓને ગુજરાતનું આપ્યું ઉદાહરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વ્યાપારીઓને લુભાવવા માટે સોમવારે ગુજરાતનું ઉદાહરણ સામે મુક્યું. પોતાની પાંચ દિવસીય યાત્રાના ત્રીજા દિવસ સોમવારે વડાપ્રધાન મોદીએ અત્રે જાપાનના વ્યવસાયિકોને સંબોધિત કરતા જણાવ્યું કે જો ગુજરાતના અનુભવ માનદંડ છે તો ભારતમાં તેમને એજ પ્રતિક્રિયા, એજ ગતિ મળશે. મોદીએ એ પણ જણાવ્યું કે જાપાન ગુણવત્તા, પ્રભાવશીલતા અને અનુશાસન માટે ઓળખાય છે.

મોદીએ કૌશલ વિકાસ માટે મદદ માગી

મોદીએ કૌશલ વિકાસ માટે મદદ માગી

મોદીએ ભારતમાં કૌશલ વિકાકસ માટે જાપાન પાસે મદદ માંગી છે. મોદીએ જણાવ્યું કે ભારત વિશ્વનો યુવા દેશ છે અને તે દુનિયાભરમાં શ્રમબળની જરૂરીયાતનૂ પૂર્તિ કરી શકે છે, જાપાન ભારતને કૌશલ વિકાસમાં મદદ કરે.

વડાપ્રધાન કાર્યાલયમાં જાપાન માટે વિશેષ દળ

વડાપ્રધાન કાર્યાલયમાં જાપાન માટે વિશેષ દળ

મોદીએ જાપાન માટે પીએમઓમાં વિશેષ દળ બનાવવા માટેની જાહેરાત કરી. પોતાની પાંચ દિવસીય જાપાન યાત્રાના ત્રીજા દિવસે મોદીએ ઔદ્યોગિક કામકાજ જોનારી બે સદસ્યીય ટીમમાં હવે જાપાનના બે સભ્યો પણ રહેશે. આ બંને જાપાની સભ્યો ભારતીય સભ્યોની સાથે સ્થાઇ રીતે બેસશે અને નિર્ણય નિર્માણ પ્રક્રિયાનો ભાગ બનશે.

સરકાર-રોકાણકારોમાં સમન્વયની જરૂરીયાત સમજુ છું

સરકાર-રોકાણકારોમાં સમન્વયની જરૂરીયાત સમજુ છું

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જાપાન સાથે મારો સંબંધ જૂનો છે. હું દિલથી ગુજરાતી છું. મારા લોહીમાં વ્યાપાર રહેલો છે. માટે વ્યાપારને પ્રોત્સાહન આપવું મારી પ્રાથમિકતાઓમાંથી એક છે. તેમણે ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા જણાવ્યું કે મેં ભારતમાં જાપાની બેંકની પરવાનગી આપી છે. મારી સરકારને માત્ર ત્રણ મહીના જ થયા છે, પરંતુ વિકાસ કાર્ય અત્યારથી જ પ્રગતિ પર છે. છેલ્લો દાયકો અમે ખૂબ જ મુશ્કેલીમાં વિતાવ્યો છે. હવે ખુશી થાય છે કે વિકાસદરમાં વધારો થયો છે. મોદીએ જણાવ્યું કે અમારી સરકારની પ્રાથમિકતા છે કે પ્રત્યેક રાજ્યોને સમાન અવસર આપવામાં આવે.

English summary
Narendra Modi become emotional while remembering Gujarat in Japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more