For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સેંટ્રલ પાર્કના રૉક કોંસર્ટમાં મોદીની ધુનો પર ઝૂમ્યા અમેરિકન્સ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 28 સપ્ટેમ્બર: શનિવારે યૂએનજીએમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ લોકોએ તેમને લાઇનમાં લાગીને શુભેચ્છા આપી. આ ભાષણ બાદ નરેન્દ્ર મોદી એક રૉક કોંસર્ટમાં પહોંચી ગયા. હજી સુધી ભારતીયોને પોતાની વાતોથી સમ્મોહિત કરનારા મોદીએ અમેરિકન લોકો પર પણ પોતાનો જાદુ ચલાવી દીધો.

ઓબામાનું 'યસ વી કેન' મોદીનું 'કેન ડૂ'

ન્યૂયોર્કના સેંટ્રલ પાર્કમાં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. જે અંતર્ગત અહીં એક રૉક કોંસર્ટ પર આયોજીત હતું. આ રૉક કોંસર્ટમાં બિયાંસે નોલ્સથી લઇને જૈજી જી જેવા કલાકાર પરફોર્મ કરી ચૂક્યા હતા.

આખું સેંટ્રલ પાર્ક યુવાનોથી ભરચક હતું. મોદી અત્રે આવ્યા અને લગભગ સાત મિનિટના ભાષણમાં લોકોને ભારત તરફથી શાંતિ સંદેશ આપી ગયા. યૂએનજીએમાં હિન્દીમાં ભાષણ આપનારા મોદીએ સેંટ્રલ પાર્કમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું.

મોદીએ અત્રે ઓબામાની જ જેમ જણાવ્યું કે યુવાનોમાં ભારત અને દુનિયાને બદલવા માટે 'કેન ડૂ'વાળી ભાવનાને જગાવવાની જરૂરત છે.

મોદીએ સંસ્કૃતિના શ્લોક પણ વાંચ્યા અને અંગ્રેજીમાં તેનો અર્થ પણ લોકોને સમજાવ્યો. મોદીએ જણાવ્યું કે દુનિયામાં શાંતિની જરૂરત છે અને માત્ર આજની યુવા પેઢી આ કામને કરી શકે છે.

સ્લાઇડરમાં જુઓ તસવીરો અને વીડિયો...

રૉક કોંસર્ટમાં મોદીની ધુનો પર ઝૂમ્યા અમેરિકન્સ

રૉક કોંસર્ટમાં મોદીની ધુનો પર ઝૂમ્યા અમેરિકન્સ

શનિવારે યૂએનજીએમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ લોકોએ તેમને લાઇનમાં લાગીને શુભેચ્છા આપી. આ ભાષણ બાદ નરેન્દ્ર મોદી એક રૉક કોંસર્ટમાં પહોંચી ગયા. હજી સુધી ભારતીયોને પોતાની વાતોથી સમ્મોહિત કરનારા મોદીએ અમેરિકન લોકો પર પણ પોતાનો જાદુ ચલાવી દીધો.

હ્યુગ જૈકમેને કરાવ્યો મોદીનો પરિચય

હ્યુગ જૈકમેને કરાવ્યો મોદીનો પરિચય

વોલ્વોરાઇન જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દરેક ભારતીય દર્શકનું દિલ જીતનારા હ્યુગ જૈકમૈને મોદીનો પરિચય સેંટ્રલ પાર્કમાં આવેલા લોકો સાથે કરાવ્યો. જૈકમેને તેમનો પરિચય એક 'ટી સેલ્સમેન' તરીકે આપ્યો જે બાદમાં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો અને વિશાળ જનમત બાદ ભારત જેવા વિશાળ રાષ્ટ્રનો વડાપ્રધાન બન્યો.

દર્શકોને નમસ્તે કહ્યું

દર્શકોને નમસ્તે કહ્યું

મોદીના આ ભાષણ પર તેમને લોકોએ તાળીઓથી વધાવી લીધા અને અમેરિકન યુવા પણ તેમના પક્ષમાં સૂત્રોચ્ચાર કરતા દેખાયા. મોદીએ સેંટ્રલ પાર્કથી તે દર્શકોને નમસ્તે કહ્યું જે ટીવી, લેપટોપ, ટેબલેટ્સ અને ફોન પર આ કાર્યક્રમને જોઇ રહ્યા છે.

સેંટ્રલ પાર્કમાં આવીને ખૂબ જ આનંદ થયો

સેંટ્રલ પાર્કમાં આવીને ખૂબ જ આનંદ થયો

મોદીએ જણાવ્યું કે તેમને સેંટ્રલ પાર્કમાં આવીને ખૂબ જ આનંદ થયો કારણ કે તેઓ આ ખુલ્લા પાર્કમાં યુવાઓ સાથે વાત કરી રહ્યા છે, નહીં કોઇ બંદ કોંફ્રન્સ રૂમમાં. મોદી અનુસાર યુવા દુનિયાનું ભવિષ્ય છે અને તેઓ જ આવતી કાલ નક્કી કરવાના છે.

મોદીના પક્ષમાં થયા સૂત્રોચ્ચાર

મોદીના પક્ષમાં થયા સૂત્રોચ્ચાર

યૂએનજીએની પોતાની સ્પીચની તર્જ પર મોદીએ સેંટ્રલ પાર્કમાં પણ ગરીબી, દુનિયામાં સાફ સફાઇ અને પ્રાથમિક શિક્ષા જેવી વાતોની હિમાયત કરી. મોદીએ આશા વ્યક્ત કરી કે ભારત અને દુનિયાના લોકો 800 મિલિયન યુવા જો હાથ મિલાવી લે તો દુનિયા બદલી શકાય છે.

મોદીએ સેંટ્રલ પાર્કમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું, જુઓ વીડિયો

આખું સેંટ્રલ પાર્ક યુવાનોથી ભરચક હતું. મોદી અત્રે આવ્યા અને લગભગ સાત મિનિટના ભાષણમાં લોકોને ભારત તરફથી શાંતિ સંદેશ આપી ગયા. યૂએનજીએમાં હિન્દીમાં ભાષણ આપનારા મોદીએ સેંટ્રલ પાર્કમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું.

English summary
Narendra Modi enthrals the US crowd at Central Parks rock concert in New York where rock starts like Beyonce and Jazzy Jee were performing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X