For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુટિને મોદીને પુછ્યું તમે આટલો મુશ્કેલ યોગ કરી કેવી રીતે લો છો?

|
Google Oneindia Gujarati News

બુધવારે, બ્રિક્સ (બ્રાઝિલ, રુસ, ભારત, ચીન અને દ.આફ્રિકા સમૂહ) અને શાંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના સંમેલનમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના શહેર ઉફા પહોંચ્યા. જ્યાં તેમનું પરંપરાગ રીતે સ્વાગત કરવામાં આવ્યું.

જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને મળ્યા. જ્યાં બન્ને દેશોના વડાએ અનેક દ્વિપક્ષીય મુદ્દા પર વાત કરી. સાથે મોદીએ શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના સદસ્ય પદ માટે રશિયા દ્વારા ભારતનું સમર્થન કરવા માટે પુટિનનો આભાર પણ માન્યો.

નોંધનીય છે કે આ વખતે બ્રિક્સ સંમેલનની મેજબાની રશિયા કરી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, રશિયા પહોંચી ચૂક્યા છે. વળી આ બેઠકમાં આર્થિક સહયોગ અને પોતાની મુદ્રામાં દેવું આપવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે.

સાથે જ રશિયામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ જોડે પણ મોદી ચર્ચા કરે તેવું બની શકે છે. ત્યારે રશિયાના આ પ્રવાસની કેટલીક ખાસ માહિતી અને તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં....

બ્રિક્સમાં મોદીએ સ્કિલ ડેવલોપમેન્ટની વાત કરી

બ્રિક્સમાં મોદીએ સ્કિલ ડેવલોપમેન્ટની વાત કરી

રશિયાના ઉફામાં આજે સાતમી બ્રિક્સ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકને સંબોધતા કહ્યું કે બ્રિક્સ દેશો વચ્ચે સિક્લ ડેવલોપમેન્ટ મામલે સારો તાલમેલ થવો જોઇએ. વળી તેમણે મેજબાની માટે રશિયાનો આભાર પણ માન્યો.

હોસ્ટ રશિયા સાથે મોદી

હોસ્ટ રશિયા સાથે મોદી

નોંધનીય છે કે આ વખતે બ્રિક્સ સંમેલનની મેજબાની રશિયા કરી રહ્યું છે. ત્યારે બેઠકની શરૂઆત પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થઇ ખાસ દ્રિપક્ષીય બેઠક.

ભારતે માન્યો આભાર

ભારતે માન્યો આભાર

ત્યારે આ પ્રસંગે મોદીએ શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના સદસ્ય પદ માટે રશિયા દ્વારા ભારતનું સમર્થન કરવા માટે પુટિનનો આભાર માન્યો.

રશિયા છે ખાસ

રશિયા છે ખાસ

રશિયાના ઉફા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રશિયન અને અંગ્રેજી ભાષામાં જણાવ્યું હતું કે રશિયા અને ભારતની મિત્રતા વર્ષો જૂની અને ખાસ છે. અને માટે તેમની રશિયાની આ મુલાકાત પણ ખાસ છે

બ્રિક્સ અને વેપાર

બ્રિક્સ અને વેપાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સની બેઠકની શરૂઆત પહેલા કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી અને ભારતીય સીઇઓ સાથે સવારે વાતચીત કરી હતી.

યોગ પર ચર્ચા

યોગ પર ચર્ચા

ત્યારે આ બેઠકમાં મોદીએ યોગ પર રશિયાના સમર્થન માટે પણ આભાર માન્યો.

પુટિનને કહ્યું તમે આ કરી કેમ લો છો?

પુટિનને કહ્યું તમે આ કરી કેમ લો છો?

યોગની વાત નીકળતા, પુટિને કહ્યું કે "મને સમજાતું નથી તમે લોકો યોગ કરી કેવી રીતે લો છો? તમને લોકોને જોઇને લાગે છે કે તે ખૂબ જ મુશ્કેલ છે! માટે જ મેં હજી સુધી યોગ કરવાનો પ્રયાસ નથી કર્યો!"

મોદીએ પુટિનને પ્રાણાયમ શીખવ્યું

મોદીએ પુટિનને પ્રાણાયમ શીખવ્યું

જો કે પુટિન દ્વારા આમ પૂછતા મોદી અચાનક જ યોગ ગુરુ બની ગયા. અને તેમણે પુટિનને પ્રાણાયમ અને કેટલાક સાધારણ આસન વિષે જણાવ્યું. જે બાદ પુટિને આ આસનો કરવાનું કરવાનું આશ્વાસન આપ્યું.

એક સાથે બે કામ

એક સાથે બે કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આ બેઠક દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોઉહાનીને પણ મળ્યા હતા.

બ્રેડ અને મીઠું

બ્રેડ અને મીઠું

બુધવારે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં પરંપરાગત સ્વાગત થયું હતું. જે દરમિયાન આ રીતે બ્રેડ અને મીઠું ખાઇને તેમનું સ્વાગત કરાયું હતું. નોંધનીય છે કે રશિયાની પરંપરામાં આનું ખૂબ જ મહત્વ છે.

English summary
According to media reports, this was conveyed by Russian President Vladimir Putin to visiting Prime Minister Narendra Modi during the course of bilateral talk ahead of BRICS and SCO summits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X