For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂયોર્કમાં મોદીને મળવા કોણ પહોંચ્યું તે જુઓ આ તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

ભારતીય સમય મુજબ આજે સવારે સાડા ચાર વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશયાત્રાના બીજા પડાવરૂપે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચ્યા. જો કે દર વખત જેમ આ વખતે પણ ન્યૂયોર્કમાં રહેતા ભારતીયો વડાપ્રધાનને મળવા મોટી સંખ્યામાં એરપોર્ટ પર આવ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ તમામ લોકોની પાસે જઇને અભિવાદન આપ્યું હતું.

જે બાદ ન્યૂયોર્કની હોટલ વાલ્ડોર્ફ એસ્ટોરિયા ખાતે ભારતીય સમુદાયના લોકોએ મોદીનું ઢોલ નગારા અને પરંપરાગત ભારતીય તડકા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. વળી ગુજરાતી સમુદાયના લોકોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા.

ત્યારે ન્યૂયોર્કમાં મોદીના સ્વાગતની આ સુંદર તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જાણો નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ. તો મોદીની ન્યૂયોર્ક યાત્રાની પળે પળની ખબર મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદીની એન્ટ્રી

મોદીની એન્ટ્રી

ન્યૂયોર્કમાં ભારતીય સમય મુજબ સવારે સાડા ચાર વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરઇન્ડિયા પ્લેન લેન્ડ થયું.

હવાઇમથક પર ભારતીયો કર્યું અભિવાદન

હવાઇમથક પર ભારતીયો કર્યું અભિવાદન

ત્યારે હવાઇમથક પર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ઉપસ્થિત હતા. તો બીજી તરફ મોદી પણ આ લોકોનું અભિવાદન જીલ્યું હતું.

ગુજરાતી સમાજ સાથે મુલાકાત

ગુજરાતી સમાજ સાથે મુલાકાત

જે બાદ નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કની હોટલ વાલ્ડોર્ફ એસ્ટોરિયા ખાતે ગુજરાતી સમાજના લોકો સાથે ખાસ બેઠક પણ કરી હતી.

ઢોલ નગાડાથી સ્વાગત

તો બીજી તરફ હોટલની બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોએ નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. અને તેમનું સ્વાગત ઢોલ-નગાડા સાથે કર્યું હતું.

પરંપરાગત વેશભૂષા

ત્યારે ભારતીય સમુદાયના લોકો પણ નરેન્દ્ર મોદીને મળવા માટે તેમની હોટલ ખાતે ખાસ ભારતીય પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. જરા આ ક્યૂટ લાગતી દિકરીઓને તો જુઓ.

મોદીનો આજનો કાર્યક્રમ

મોદીનો આજનો કાર્યક્રમ

મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 70મી જનરલ એસેમ્બલીને સંબોધશે. સાથે જ UNSCની સ્થાઇ સીટ માટે પણ પ્રયાસ આદરશે.

English summary
Prime Minister Narendra Modi meets members of Gujarati community in New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X