For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની આ શોધ આપણને પહોંચાડી દેશે બીજી ધરતી પર!

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 9 સપ્ટેમ્બર: આપે જે વાંચ્યુ તે બરાબર જ વાંચ્યુ છે, અમેરિકન વૈજ્ઞાનિકો હવે એવી શોધમાં લાગી ગયા છે જે સફળ થઇ તો આપણે સૌ પૃથ્વી સિવાય અન્ય ધરતી પર પણ રહી શકીશું.

અમેરિકાની રાષ્ટ્રીય વૈમાનિકી અને અવકાશ પ્રબંધન(નાસા) શનિના ઉપગ્રહ ટાઇટનના મહાસાગરનું અધ્યયન કરવા માટે એક અવકાશી સબમરિનનું નિર્માણ કરી રહી છે.

આપને જણાવી દઇએ કે સૂર્યમંડળમાં પૃથ્વી ઉપરાંત માત્ર ટાઇટન જ એક એવો ઉપગ્રહ છે જેની પર પ્રવાહી સ્વરૂપે મહાસાગર આવેલો છે અને તે પાણી પણ હોઇ શકે છે.

nasa
શરૂઆતમાં ટાઇટન મહાસાગરમાં શોધ માટે નાવ મોકલવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે તેના સ્થાને સબમરિન મોકલવાનો નિર્ણય નાસા દ્વારા કરવામાં આવ્યો છે.

નાસાના ગ્લેન અનુસંધાન કેન્દ્રના સ્ટીવન ઓલેસને વિજ્ઞાન પત્રિકા ન્યૂ સાઇંટિસ્ટને જણાવ્યું કે 'જો આપ પૃથ્વી પર આવેલા મહાસાગરમાં માત્ર નાવની સહાયતાથી શોધ માટે નિકળ્યા, તો આપને ઘણી બધી ચીજ વસ્તુઓ મળશે નહીં.'

નાસાની ઇનોવેટિવ એડવાંસ કંસેપ્ટ્સ(એનઆઇએસી)નો ભાગ અવકાશ સબમરિન મહાસાગરની અંદરની સૂચનાઓ પણ મોકલી આપશે. ઓલેસને જણાવ્યું કે 'ટાયટન પનડુબ્બી ભવિષ્યમાં અવકાશના મહાસાગરોની ઉપલી સપાટીના અધ્યયનનો માર્ગ મોકળો કરશે.'

English summary
NASA plans to send submarine to Saturn's Moon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X