For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ ગ્રહ પર આવે છે આવા અવાજો, NASAએ જાહેર કર્યો વીડિયો

મંગળ ગ્રહ પર આવે છે આવા અવાજો, NASAએ જાહેર કર્યો વીડિયો

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયાઃ અમેરકી સ્પેસ એજન્સી નાસાના સ્પેસશિપ ઈન્સાઈટ લેન્ડરે મંગળ ગ્રહ પર મોટી સફળતા હાંસલ કરી છે. ઈન્સાઈટે મંગળ ગ્રહ પર હવાનું વાઈબ્રેશન રેકોર્ડ કર્યું છે. આવું પહેલી વખત બની રહ્યું છે જ્યારે પૃથ્વી પરથી કોઈ માણસ મંગળ ગ્રહની અવાજો સાંભળી શકે છે. આ હવા 10-15 માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ રહી હતી. નાસાના ઈન્સાઈટ લેન્ડર મંગળ ગ્રહ પર 26 નવેમ્બરે પહોંચ્યાં હતાં.

મિશન મંગળ

મિશન મંગળ

મંગળ ગ્રહ પર આ વાઈબ્રેશન લેન્ડર પર લાગેલ 2 સેન્સરને રેકોર્ડ કર્યાં છે. જેમાંથી એક એર પ્રેશર સેન્સર લેન્ડર્સની અંદર લાગેલ છે અને એક સેસમોમીટર લેન્ડરની ડેક પર લાગેલ છે. ઈન્પીરિયલ કૉલેજ લંડનના પ્રમુખ ઈન્વેસ્ટીગેટરે કહ્યું કે આ ડેટાના પહેલી 15 મિનિટ છે જે ઓછા સમયના સિસ્મોમીટરથી આવે છે. જે હવામાં ધ્વને લહેરાવવાથી જેવો અવાજ આવે છે તેવો છે. આ ખરેખર અન્ય કોઈ દુનિયા જેવા સંભળાઈ રહ્યા છે.

અવાજ રેકોર્ડ કર્યો

અવાજ રેકોર્ડ કર્યો

કેલિફોર્નિયાના પાસાડેનામાં નાસાના જેટ પ્રયોગશાળામાં ઈન્સાઈટ પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર બ્રૂસ બૈનર્ડે આને એક અનિયોજિત ખુશી ગણાવી. ઈન્સાઈટ લેન્ડર ઈનસાઈટને મંગળના ઈન્ટીરિયરનું અધ્યયન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

અહીં જુઓ વીડિયો

ઈનસાઈટ એટલે કે ઈન્ટીરિયર એક્સપ્લોરેશન યૂઝિંગ સિસ્મિક ઈન્વેસ્ટિગેશન્સ, જિયોડ્સી એન્ડ હીટ ટ્રાન્સપોર્ટ અમેરિકાનું મંગળ ગ્રહ પર 21મું અભિયાન છે. ઈનસાઈટે માર્સની યાત્રા દરમિયાન 30223981 માઈલનો પ્રવાસ ખેડ્યો, આ દરમિયાન તેની મહત્તમ સ્પીડ 6200 માઈલ પ્રતિ કલાકની હતી. આગામી બે વર્ષ સુધી આ સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહનું અધ્યયન કરશે.

Exit Polls 2018: પાંચ રાજ્યોની વિધાનસભા પર કોણ રાજ કરશે? Exit Polls 2018: પાંચ રાજ્યોની વિધાનસભા પર કોણ રાજ કરશે?

English summary
NASA's InSight Lander Records Sound On Mars, This is How It Sounds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X