ખરાબ મોસમને પગલે નાસાએ SpaceX અંતરિક્ષ મિશન ટળ્યું, 30મીએ ફરીથી કોશિશ શરૂ થશે
ફ્લોરિડાઃ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું મોટું મિશન ખરાબ મોસમના કારણે સ્થગિત કરવું પડ્યું છે. સ્પેસેક્સનું એક રોકેટ નાસાના પાયલટ ડગ હર્લી અને બોબ બેન્કન સાથે ડ્રેગન કેપ્સ્યૂલને લઈ કેનેડી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનેથી ઉડાણ ભરનાર હતું, પરંતુ ખરાબ મોસમને પગલે હાલ ટાળી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ મિશન એ જગ્યાએ પહોંચવાનું હતું જ્યાંથી નીલ આર્મસ્ટ્રોંગ અપોલોના ક્રૂસભ્યો સાથે ચંદ્રની ઐતિહાસિક યાત્રા પર ગયા હતા. હવે આ મિશનને ફરી એકવાર 30 મેથી લૉન્ચ કરવાની કોશિશ કરવામાં આવશે.
આ બાબતે નાસા તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે આજે અમે લૉન્ચ નહિ કરીએ, ખરાબ હવામાનને પગલે લૉન્ચિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. અમે ફરી એકવાર શનવારે 30મી મેના રોજ બપોરે 3.22 વાગ્યે લૉન્ચ કરવાની કોશિશ કરશું. જેનું લાઈવ કવરેજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. ખરાબ મોસમને પગલે એ વાતની પણ સંભાવના જતાવવામાં આવી રહી હતી કે આ મિશનને લૉન્ચ કરવામાં મુશ્કેલી આવી શકે છે. વરસાદ, તોપાનના કારણે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પર વાદળ છવાયાં હતાં, આ કારણે જ આ મિશનને હાલ ટાળવું પડ્યું છે.
"We are not going to launch today."
— NASA (@NASA) May 27, 2020
Due to the weather conditions, the launch is scrubbing. Our next opportunity will be Saturday, May 30 at 3:22pm ET. Live #LaunchAmerica coverage will begin at 11am ET. pic.twitter.com/c7R1AmLLYh
જણાવી દઈએ કે આ પહેલો મોકો છે જ્યારે સરકારને પગલે કોઈ ખાનગી અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં લઈ જશે. પાછલા નવ વર્ષમાં પહેલીવાર અંતરિક્ષ યાત્રી ફ્લોરિડાથી ઉડાણ ભરશે. અમેરિકી સમય મુજબ રોકેટ 3.22 વાગ્યે ઉડાણ ભરશે. જણાવવામાં આવી રહ્યું છે કે મસમની ખરાબીને પગલે રોકેટનું પ્રક્ષેપણ ટાળી દેવામાં આવ્યું છે. ખાનગી કંપની સ્પેસ એક્સનું રોકેટ ઓછામા ઓછામાં ઓછા 20 વખત સુધી અંતરિક્ષ સ્ટેશન સુધી સામાન લઈને જઈ ચૂક્યું છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે તે માણસોને પણ પોતાની યાત્રામાં સામેલ કરી રહ્યું છે. માણસોને અંતરિક્ષમાં મોકલનાર કેપ્સ્યૂલ વિકસિત કરવા, બનાવવા અને ઓપરેટ કરવા માટે નાસાએ 3 અબજ અમેરિકી ડૉલરની રકમ સ્પેસ એક્સને આપી છે.
તીડના આતંકથી યુપીના 10 જિલ્લા હાઈ અલર્ટ પર, સીએમ યોગીએ આપ્યા વિશેષ નિર્દેશ