For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાનું 'ટચ ધ સન' મિશન સફળતાપૂર્વક લોન્ચ

નાસા ઘ્વારા સૂર્યને અડકનાર અંતરિક્ષયાન આજે રવિવારે સફળતાપૂર્વક લોન્ચ કરી લીધું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

નાસા ઘ્વારા સૂર્યને અડકનાર અંતરિક્ષયાન આજે રવિવારે સફળતાપૂર્વક લોન્ચ કરી લીધું છે. નાસાનું પાર્કર સોલાર પ્રોબ સૂર્યની નજીક જઈને તેના વિશે જાણવાની કોશિશ કરશે અને નાસાને તેના વિશે ઘણી જાણકારીઓ આપશે. આ યાન શનિવારે જ નાસાના કેનેડી સેન્ટર થી લોન્ચ કરવામાં આવવાનું હતું. પરંતુ ખરાવ હવામાન અને ટેક્નિકલ ખામીને કારણે વૈજ્ઞાનિકો ઘ્વારા તેનું લોન્ચ એક દિવસ માટે મોડું કરવામાં આવ્યું. નાસા ઘ્વારા આજે ફ્લોરિડાના કેપ કનરવેલથી યાન લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

nasa

નાસા ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું આ યાન સૂરજની નજીક જઈને તેના વિશે જાણકારી ભેગી કરશે. નાસા ઘ્વારા એમરિકન સમય અનુસાર સવારે 3.31 વાગ્યે આ યાન લોન્ચ કર્યું હતું. અમેરિકામાં પાર્કર સોલાર પ્રોબ લોન્ચ કર્યા પછી શિકાગો યુનિવર્સીટી પ્રોફેસર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા કેટલાક સમયમાં તેના વિશે વધુ માહિતી મળશે.

આ અભૂતપૂર્વ સફળતા પછી નાસાના ઍડ્મિનિસ્ટ્રેસ્ટર જિમ બ્રેડીસ્ટન ઘ્વારા આખી ટીમને તેના માટે અભિનંદન આપવામાં આવ્યા છે. નાસા ઘ્વારા આ મિશનનું નામ 'ટચ ધ સન' રાખવામાં આવ્યું છે. આ સ્પેસએરક્રાફ્ટ નાસાના ઇતિહાસનું સૌથી ફાસ્ટ એરક્રાફ્ટ છે. તેની સ્પીડ 190 કિમી/સેકન્ડ છે.

English summary
NASA's touch the sun mission successfully launches
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X