NASA: ચાર અંતરિક્ષ યાત્રીઓને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું SpaceX, જુઓ વીડિયો
અમેરિકી સ્પેસ એજન્સી નાસા અને સ્પેસએક્સે પોતાની પહેલી ચાર અંતરિક્ષ યાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને મોકલ્યા છે. આ ચારેય અંતરિક્ષ યાત્રી સ્પેસએક્સ રૉકેટથી રવાના થયા છે. નાસા અને સ્પેસએક્સે પોતાના પહેલા ઑપરેશનલ કોમર્શિયલ ક્રૂ મિશન અંતર્ગત ચાર અંતરિક્ષ યાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને મોકલ્યા છે. સ્પેસએક્સ કેપ્સ્યૂલને રવિવારે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લૉન્ચ કર્યું છે. નાસાએ જેનો વીડિયો પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જાહેર કર્યો છે.
સ્પેસએક્સે આ બીજી માનવ સહિત ઉડાણ ભરી છે. સ્પસએક્સ એક સ્પેસ કંપની છે, જે નાસાના અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં લઈ જાય છે. નાસાને વિશ્વાસ છે કે એક સફળ પરીક્ષણ ઉડાણ બાદ વા કેટલાય નિયમિત મિશન ચાલુ રાખશે.
આ લૉન્ચિંગ માટે નાસાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેને શુભેચ્છા પાઠવી છે. બંને નેતાઓએ ટ્વીટ કરી આ સફળતા માટે નાસા અને સ્પેસએક્સને અભિનંદન પાઠવ્યા છે.
ચાર અંતરિક્ષ યાત્રી કોણ છે
Resilience rises. 🚀
— NASA (@NASA) November 16, 2020
The Crew-1 mission has lifted off on a Falcon 9 rocket from @NASAKennedy at 7:27pm ET and is en route to the @Space_Station. #LaunchAmerica pic.twitter.com/5Q3uXSLvqt
ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશન માટે જનાર ચાર અંતરિક્ષ યાત્રીઓમાંથી ત્રણ અમેરિકી નાગરિક છે અને એક જાપાનના સોઈચી નોગુચી છે. ત્રણ અમેરિકી નાગરિક શૈનન વૉકર, માઈકલ હૉપકિંસ, વિક્ટર ગ્લોવર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે.
આ સફળતા પર સ્પેસએક્સ ટીમના એક સભ્યએ અપડેટ આપતાં કહ્યું કે, સામાન્ય ઑરબિટ પ્રવેશ કરી ગયું છે. જેનો અર્થ એ છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચવા માટે હાલ યોગ્ય છે.