For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું મોદીએ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું? કેમ શેફ વિકાસથી તિરંગો લેવાયો?

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોર્ચ્યૂન 500ની કંપનીના સીઇઓ એક ભવ્ય ડિનર આપ્યું હતું. આ ડિનર ભારતના જાણીતા શેફ વિકાસ ખન્નાએ બનાવ્યું હતું. જો કે ડિનર બાદ વિકાસે મોદી સાથે મુલાકાત પણ કરી હતી. અને વિકાસની ઇચ્છાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતના રાષ્ટ્રધ્વજ પર ઓટોગ્રાફ પર કરી આપ્યા હતા.

ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ શેફ વિકાસ ખન્ના પાસેથી આ બાદ તે રાષ્ટ્રધ્વજ પીએમઓ અધિકારીઓએ લઇ લીધો હતો. વિકાસ ખન્ના મોદીનો ઓટોગ્રાફ કરેલો રાષ્ટ્રધ્વજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવાના હતા તેવી ચર્ચા હતી.

જો કે તે પહેલા વિકાસ મોદીના હસ્તાક્ષર વાળા રાષ્ટ્રધ્વજનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. ત્યારે જાણકારોના મત મુજબ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ રાષ્ટ્રધ્વજ પર કોઇ પણ પ્રકારનું લખાણ, વિવરણ કે ઓટોગ્રાફ આપવો રાષ્ટ્રધ્વજનું અપમાન છે. તો શું ખરેખરમાં મોદી જેવા વડાપ્રધાન પદના અધિકારી દ્વારા આવી ભૂલ થઇ છે?

ત્યારે શું છે આખો મામલો અને જાણીતા શેફ વિકાસ ખન્નાએ મોદી મોટી કેવી રીતના પકવાન બનાવ્યા અને મોદીએ તે મામલે વિકાસના શું વખાણ કર્યા તે જાણો નીચેના આ આર્ટીકલમાં. અને જુઓ વિકાસના આ ડિનરની તસવીરો...

જાણીતા શેફ વિકાસે બનાવ્યું ભોજ

જાણીતા શેફ વિકાસે બનાવ્યું ભોજ

ન્યૂયોર્કમાં ફોર્ચ્યૂન 500ની કંપનીના સીઇઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં એક ભવ્ય ડિનર આપ્યું હતું જેને જાણીતા ભારતીય શેફ વિકાસ ખન્નાએ બનાવ્યું હતું.

મોદીએ કર્યા વખાણ

મોદીએ કર્યા વખાણ

જો કે ગુજરાતી ખાંડવી ખાઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને તેમણે વિકાસને બોલાવીને કહ્યું તમે તો મારું માથુ ગર્વથી ઊંચુ કરી દીધું.

વિકાસે તિરંગો પર ઓટોગ્રાફની માંગ કરી

જે બાદ વિકાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ પર એટ્રોગ્રાફ આપવાની માંગણી કરી. તેમણે જણાવ્યું કે તે આ રાષ્ટ્રધ્વજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવા માંગે છે. મોદી પણ હસી ખુશી તેમને રાષ્ટ્રધ્વજ પર ઓટોગ્રાફ આપ્યો.

વિકાસનું ટ્વિટ

મોદી દ્વારા પોતાના ભોજનના થયેલા વખાણ સાંભળીને અને તેમનાથી આ ભેટ મેળવીને વિકાસ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેમણે પોતાના અકાઉન્ટમાં આ ફોટો પણ મૂક્યો હતો.

રાષ્ટ્રધ્વજના અપમાનનો વિવાદ

રાષ્ટ્રધ્વજના અપમાનનો વિવાદ

જો કે જાણકારોના કહેવા મુજબ સંવિધાનમાં તેવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજ પર કોઇ પણ પ્રકારનું લખાણ લખવું તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. જો કે તે બાબતે વડાપ્રધાન પર કોઇ કેસ નહીં થાય પણ તેમના પદની ગરિમાને જોતા તેમનું આ કાર્ય જાણકારોએ અનિચ્છનીય જણાવ્યું છે.

વિકાસથી તિરંગો લેવાયો

વિકાસથી તિરંગો લેવાયો

જો કે જે બાદ થોડાક પળોમાં શેફ વિકાસ ખન્નાથી આ તિરંગો પીએમઓના સ્ટાફે પાછો લઇ લીધો હતો.

વિકાસે શું કહ્યું

જો કે શેફ વિકાસ ખન્નાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભોજ બનાવવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સોશ્યલ મીડિયા પર વિકાસે જણાવ્યું હતું કે વિકાસે રસોઇ પહેલા તેમની માતાને ફોન કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા.

English summary
National Controversy on pm modis autographed flag. See what's the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X