મંગળ ગ્રહ પર કેટલા માણસો રહેશે? આખરે મળી ગયો સવાલનો જવાબ
શું તમને ખબર છે કે મંગળ ગરહ પર માણસોની વસ્તી એટલે કે હ્યૂમન કૉલોની વસાવવા માટે શરૂઆતમાં કેટલા લોકોની જરૂરત છે? આ મોટા સવાલનો જવાબ મળી ગયો છે. એક નવી સ્ટડી મુજબ મંગળ ગ્રહ પર બહુ વધુ લોકોની કૉલોની વસાવવાની જરૂરત નથી. માત્ર એટલા જ લોકો જોઇએ જેઓ ત્યાં રહી શકે, કામ કરી શકે અને જેમની ત્યાં રહેવાની ઉપયોગિતા સાબિત થાય.

મંગળ ગ્રહ પર કેટલા માણસો રહેશે?
ફ્રાંસના બોર્ડીક્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ નેશનલ પૉલીટેક્નીકના પ્રોફેસર જીન માર્ક સલ્લોટીએ આ સ્ટડી કરી છે. પ્રફોસેર જીને આ સવાલનો જવાબ એક ગણિતીય ફોર્મ્યૂલાથી શોધી કાઢ્યો છે. જીને કહ્યું કે આ ફૉર્મ્યૂલા અત્યાર સુધીનો શ્રેષ્ઠ જવાબ છે જે જણાવે છે કે મંગળ પર કેટલા લોકો રહી શકે છે.

કામનું વિભાગન કરાશે
જીને જણાવ્યું કે મંગળ ગ્રહ પર બહુ વધુ લકોને લઇ જઇ વસવાની જરૂરત નથી. જીન મુજબ માત્ર 110 લોકોને મંગળ પર લ જઇ વસાવવા કાફી હશે. કેમ કે જે કોઇપણ રહેશે તેમણે બહુ જરૂરી કામ કરવાં પડશે. જેથી સમય અને સ્રોતનું યોગય વિભાજન થઇ શકે.

જીન માર્ક સલ્લોટીની સ્ટડી
પ્રોફેસર જીન માર્ક સલ્લોટીનું કહેવું છે કે કેટલીય અંતરિક્ષ કંપનીઓ જેમ કે સ્પેસ એક્સ એવા રોકેટ બનાવી રહી છે જેઓ એકસાથે કેટલાય માણસોને મંગળ ગ્રહ સુધી પહોંચાડી શકે છે.

ત્યાંના મોસમ પ્રમાણે ચાલવું પડશે
જો કોઇએ મંગળ ગ્રહ પર જઇ માણસોની સોસાયટી વસાવવાની હોય તો તેમણે ત્યાંના ગણિત, મોસમ અને કામના આધારે ચાલવું પડશે. નહિતર ત્યાં સર્વાઇવ કરવું મુશ્કેલ થઇ જશે.

ડોમ બનાવવામા આવશે
પ્રોફેસર જીને જણાવ્યું કે મંગળ ગ્રહ પર આટલા લોકોને રહેવા માટે બહુ મોટો ડોમ એટલે કે ગુંબજ જેવી આકૃતિ બનાવવી પડશે. જેમાં સતત ઑક્સીજનની સપ્લાઇ કરવામાં આવશે.

110 લોકોને મોકલાશે
આ ડોમની અંદર જ કૃષિ અને ઉદ્યોગ બંને લગાવવા પડશે. જેથી ખાવાનું અને કામ બંને એક જગ્યાએ જ મળી શકે. પ્રોફેસર જીને કહ્યું કે મેં તો માત્ર એક નાનો એવો ફોર્મ્યુલા આપ્યો છે જેથી આપણે લોકોને જણાવી શકીએ, મંગળ ગ્રહ પર રહેવા માટે ઓછામા ઓછા 110 લોકોની જરૂરત છે.

વિજ્ઞાન મેગેઝીન નેચરમાં પ્રકાશિત થઇ સ્ટડી
જેમ જેમ મંગળ ગ્રહ પર જરૂરતો વધતી જશે. રહેવા લાયક માળખાગત વિકાસ થતો જશે, તેમ તેમ ત્યાંની માણસોની વસ્તીમાં રહેનારા લોકોની સંખ્યા વધારી શકાય છે.
પ્રોફેસર જીને કહ્યું કે કામની વહેંચણી વિના ત્યાં રહેવું મુશ્કેલ હશે. પ્રો જન માર્કની આ સ્ટડી પ્રસદ્ધ વિજ્ઞાન મેગેઝીન નેચરમાં પ્રકાશિત થઇ છે.