Nepal: આજે રાષ્ટ્રને સંબોધિત કરશે નેપાળી પીએમ કેપી શર્મા ઓલી, મંગળવારે તબિયત બગડી
કાઠમાંડૂઃ નેપાળમાં રાજનૈતિક ઉથલ- પાથલ વધતી જઇ રહી છે. એવા અહેવાલ છે કે આજે પીએણ કેપી શર્મા ઓલી રાષ્ટ્રના નામે સંબોધન આપી શકે છે. આ દરમિયાન એવા અહેવાલ પણ છે કે તેમણે રાષ્ટ્રપતિ વિદયા દેવી ભંડારી સાથે તેમના સત્તાવાર શીતલ નિવાસ પર મુલાકાત કરી છે. બુધવારે પીએણ ઓલીને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા.
ઓલી પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે
કેપી શર્મા ઓલી પર સતત તેમની જ પાર્ટી નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોએ દબાણ વધાર્યું છે. પૂર્વ પીએણ પુષ્પ કમલ દહલ પ્રચંડે ઓલીને તેમના રાજીનામાની માંગ કરી છે. પ્રચંડ, એનસીપીના સહ અધ્યક્ષ છે અને તેમની સાથે મંગળવારે થયેલ સ્થાયી સમિતિની બેઠકમાં પાર્ટીના બીજા નેતાઓ માધવ નેપાલ, ઝાલા નાથ ખનાલ અને બામદેવ ગૌતમ વગેરેએ પણ ઓલીના રાજીનામાની માંગ કરી છે. ઓલીએ ભારત પર આરોપ લગાવ્યો કે દિલ્હી તરફથી તખ્તોપલટની કોશિશ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું હતું કે ભારત તરફથી સતત કોશિશ થઇ રહી છે કે તેમને પદ પરથી હટાવી દેવામાં આવે.
ઓલીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો
બાલૂવાટરમાં પીએણના સત્તાવાર આવસ પર સત્તારૂઢ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠખ શરૂ થતા જ પ્રચંડે પીએમ ઓલીની આ ટિપ્પણી માટે તેમની આલોચના કરી. પાછલા દિવસોમાં નેપાળમાં આયોજિત થયેલ એક કાર્યક્રમમાં ઓલીએ કહ્યું હતું કે ભલે તેમને ખુરશી પરથી હટાવવાનો ખેલ ચાલુ હોય, પરંતુ આ શક્ય નહી હોય. આ દરમિયાન ઓલીએ કહ્યું હતું કે ભારતીય જમીનને નેપાળી નક્શામાં દેખાડતા સંવૈધાનિક સંશોધન બાદથી તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીયતા કમજોર નથી. કોઇએ ના વિચાર્યું કે નક્શો છાપવા માટે કોઇ પ્રધાનમંત્રીને પદથી હટાવવા માટે ષડયંત્ર રચવામાં આવશે.
ચીની એપ બંધ થતાં આ ભારતીય એપની ચાંદી-ચાંદી, ગણતરીના કલાકમાં જ કરોડો લોકોએ ડાઉનલોડ કરી