For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nepal Plane Crash : 40 લોકોના મૃતદેહો મળ્યા, નેપાળ વડાપ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક

Nepal Plane Crash : નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે પ્લેન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. નેપાળ સરકારે ઇમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

Nepal Plane Crash : નેપાળમાં ફરી એકવાર વિમાન દુર્ઘટના સર્જાઇ છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા. જેમાં 5 ભારતીયો છે. આ દુર્ઘટનામાં કુલ 40 લોકોના મોત થયા છે. આ વિમાન નેપાળની રાજધાની કાઠમાંડુથી પોખરા જઇ રહ્યું હતું. આ દુર્ઘટના અંગે નેપાળના વડાપ્રધાન પ્રચંડે શોક વ્યક્ત કર્યો હતો.

nepal plane crash

આ દુર્ઘટના બાદ સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ, નેપાળ પોલીસની સાથે સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 40 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

એસોસિએટેડ પ્રેસ અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આ દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વિમાન રાજધાની કાઠમાંડુથી મધ્ય નેપાળમાં પોખરા જઈ રહ્યું હતું. પ્રચંડે સુરક્ષા કર્મચારીઓ અને સામાન્ય જનતાને બચાવ કાર્યમાં મદદ કરવા વિનંતી કરી હતી. આવા સમયે પોખરા એરપોર્ટ પર પેસેન્જર પ્લેન ક્રેશ થયા બાદ નેપાળ સરકારે ઇમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી છે, જેમાં પ્રચંડ સરકારના કેબિનેટ મંત્રીઓ હાજર છે.

સવાર હતા 5 ભારતીય નાગરિકો

આ વિમાનમાં 68 મુસાફરો ઉપરાંત 4 ક્રૂ મેમ્બર પણ શામેલ હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. વિમાનમાં 5 ભારતીય નાગરિકો પણ સવાર હતા. નેપાળ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, નેપાળના પોખરા એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં 53 નેપાળી, 5 ભારતીય, 4 રશિયન, એક આઇરિશ, 2 કોરિયન, 1 આર્જેન્ટિનાના અને એક ફ્રેન્ચ નાગરિકનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના અંગે માહિતી આપતા નેપાળ આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનામાં કુલ 16 મૃતદેહો મળી આવ્યા છે. યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બર્તૌલાએ જણાવ્યું કે, આ વિમાનમાં બે બાળકો સહિત 10 વિદેશી નાગરિકો સવાર હતા.

English summary
Nepal Plane Crash : Nepal Prime Minister Pushpa Kamal Dahal called an emergency meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X