For Quick Alerts
For Daily Alerts
નવા લિબિયન પીએમનું ભારત સાથે મજબૂત જોડાણ
કાઇરો, 15 ઑક્ટોબરઃ લિબિયાના નવા પ્રધાનમંત્રી અલી ઝૈદાનની કારકિર્દીનું ભારત સાથે જોરદાર જોડાણ છે. અલ જઝીરાના અહેવાલ અનુસાર એમ્બેસેડર મોહમ્દ યુસુફ એલ મગારિઆફ સાથે તેમને 1970માં ભારતમાં લિબિયન એમ્બેસીમાં કામ અર્થે મોકલવામાં આવ્યાં હતા. આ બન્ને ત્યારે જોરદાર ચર્ચામાં આવ્યા જ્યારે 1980માં લિબિયાની મુક્તિ માટે નેશનલ ફ્રન્ટની રચના કરી.
ત્રિપોલી શહેરના લોકલ કાઉન્સિલ મેમ્બર અને લિબિયાની નેશનલ એસેમ્બરીના સભ્ય ઝૈદાનની નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. થોડાક અઠવાડિયા પૂર્વે જ અવિશ્વાસના મતના આધારે પૂર્વ પ્રધાનમંત્રીને સત્તા પરથી હટાવવામાં આવ્યાં હતા. ગદ્દાફી વિરુદ્ધ ઉઠેલા બળવાના સૂર દરમિયાન તેમની કારકિર્દીને વેગ મળ્યો હતો. વેસ્ટમાંથી વિદ્રોહી માટે સમર્થન એકઠું કરવામાં ઝૈદાનને મહત્વનો ભૂમિકા ભજવી હતી.
વિદ્રોહીઓના હાથે ગદ્દાફીની હત્યા થયા બાદ ઝૈદાનને દેશની પ્રથમ સ્વાતંત્ર્ય ચૂંટણીમાં લિબિયાના જનરલ નેશનલ કોંગ્રેસના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિબ્રિલના નેશનલ ફોર્સ એલાયન્સના ટ્રૅન્ઝિશન નેતાની નજીક હોવા માટે પણ ઝૈદાન જાણીતા છે.