
નવી US Defense Policy કાયદામાં ચીનને ફટકાર, LAC પર આક્રમણ ખતમ કરવા કહ્યું
US Defense Policy Law: અમેરિકી કોંગ્રેસના બંને સદનેથી પાસ થયેલ ચીનની ટીકા કરતું બિલ શુક્રવારે સમયે કાયદો બની ગયું જ્યારે કોંગ્રેસે બે તૃતિયાંશ બહુમતથી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વીકોને ફગાવી તેને પાસ કરી દીધું. આ કાયદામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સૈન્ય આક્રમકતાની નિંદા કરવામાં આવી છે.
અમેરિકી કોંગ્રેસે 15 ડિસેમ્બર 2020ના રોજ 740 અબજ ડૉલરના ડિફેંસ પૉલિસી બિલ પાસ કર્યું હતું. આ બિલમાં અમેરિકી કોંગ્રેસે ભારત પ્રત્યે સમર્થન દેખાડતાં ભારત પાસે આવેલી એલએસી પર ચાલી રહેલ તણાવ માટે ચીનની આક્રમક ગતિવિધિઓની નિંદા કરી હતી. કોંગ્રેસે ચીનને સીમા પર આક્રમકતા ખતમ કરી કૂટનૈતિક ચેનલોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરતાં 23 ડિસેમ્બરે તેને વીટો કરી દીધો હતો. પ્રેસિડેન્ટના વીટો બાદ આ બિલ ત્યાં સુધી કાયદો ના બની શકે જ્યાં સુધી કોંગ્રેસ બે તૃતિયાંશ બહુમતથી વીટોને રદ્દ ના કરી દે. જેને પગલે કોંગ્રેસના વર્માન સીનેટના અંતિમ સત્રના આખરી દિવસે આ મામલે વોટિંગ થયું. આ વોટિંગમાં સીનેટમાં 81-13ના તફાવતથી આ બિલ પાસ થઈ ગયું જે એક તૃતિયાંશથી વધુ છે. સીનેટથી આ બિલ પાસ થવું પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે પણ ઝાટકો છે કેમ કે અહીં તેમની રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ છે. સાથે જ ડેમોક્રેટ પ્રભાવ વાળા અમેરિકાના નિચલા સદન પ્રતિનિધિ સભામાં પણ આ બિલ 322-87 વોટના તફાવતથી પાસ થઈ ગયું.
US સેનેટે 900 બિલિયન ડૉલરનું Covid Relief Bill પાસ કર્યું
આ બિલની સાથે જ અમેરિકાએ ચીનનીસાથે પોતાની સીમા ગતિરોધમાં ભારતને પોતાનું સમર્થન આપ્યું. જો કે આમાં હજી કોઈપણ પ્રકારની કાર્યવાહીની માંગ નથી કરાઈ બલકે આ માત્ર અમેરિકાના સમર્થન નીતિને દર્શાવે છે.
15 ડિસેમ્બરે આ બિલમાં પ્રતિનિધિ સભામાં ભારતવંશી સાંસદના પ્રસ્તાવની ભાષાને સામેલ કરવામાં આવી જેમાં તેમણે ચીનને ભારત વિરુદ્ધ એલએસી પર સૈન્ય આક્રમકતા ખતમ કરવાની માંગ કરી હતી. ચીન અને ભારત વચ્ચે પૂર્વી લદ્દાખમાં પાછલા મે મહિનાથી તણાવ બનેલ છે અને ત્યારથી બંને દેશોએ મોટી માત્રામાં પોતાના સૈનિકો તહેનાત કરી રાખ્યા છે. અત્યાર સુધી બંને દેશ વચ્ચે કોર કમાંડર સ્તરની 8 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે પરંતુ ડિસએંગેજમેન્ટ પર સહમતિ નથી બની શકી.