For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 મહિનાની દીકરી સાથે ન્યૂઝીલેન્ડ પીએમ પહોંચ્યા યુએન, રચ્યો ઈતિહાસ

અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જસિંદા આરડ્રેન પોતાની નવજાત બાળકી સાથે બેઠકમાં પહોંચ્યા તો સૌ જોઈને ચોંકી ગયા.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જસિંદા આરડ્રેન પોતાની નવજાત બાળકી સાથે બેઠકમાં પહોંચ્યા તો સૌ જોઈને ચોંકી ગયા. પ્રધાનમંત્રી પદ પર રહેતા મા બન્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાની દીકરી સાથે પહોંચનાર આરડ્રેન દુનિયાની પહેલી મહિલા નેતા બની ગયા છે. બેનઝીર ભુટ્ટો બાદ આરડ્રેન દુનિયાની બીજી પ્રધાનમંત્રી છે જે પોતાના પદ રહેતા મા બની છે.

newzealand pm

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નેલ્સન મંડેલા પીસ સમિટ દરમિયાન સોમવારે સવારે આરડ્રેન પોતાની ત્રણ મહિનાની બાળકી નીવ તે અરોહા સાથે પહોંચી. આ દરમિયાન પીએમ આરડ્રેને નેલ્સન મંડેલા પીસ સમિટમાં સ્પીચ પણ આપી. યુએનમાં પોતાની દીકરીને પ્રેમ કરતી કીવી પીએમની તસવીર જાહેર થઈ છે જે પોતાના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ સાથે બેઠેલી જોવા મળી રહી છે.

આરડ્રેનના પાર્ટનર ગેફોર્ડ એક ટીવી હોસ્ટ છે જે પોતાનો ફૂલ-ટાઈમ પોતાની દીકરીની સંભાળ રાખે છે. કીવી પીએમની આ તસવીરને બેફોર્ડે જ પોતાની દીકરીનું આઈકાર્ડ પબ્લિકલી શેર કર્યુ છે. યુએનમાં ત્રણ વર્ષની બાળકીને જોઈને યુએન સ્પોક્સપર્સન સ્ટીફન દુજારિકે કહ્યુ કે જનરલ અસેમ્બલીમાં ત્રણ વર્ષની નીવને જોઈને બધાને ખુશી થઈ. દુજારિકે કહ્યુ, 'પ્રધાનમંત્રી આરડ્રેન એ કહેવાની કોશિશ કરી રહ્યા છે કે એક વર્કિંગ મધરથી વધુ સારુ આપણા દેશનું પ્રતિનિધિત્વ કોઈ પણ ના કરી શકે એટલા માટે આપણે તેમનું સ્વાગત કરવાની જરૂર છે.' તમને જણાવી દઈએ કે વેલિંગટનથી ન્યૂયોર્ક સુધી 17 કલાકના પ્રવાસ દરમિયાન પોતાની બાળકી સાથે બીજા મુસાફરોને થયેલી અસુવિધા અને પરેશાની માટે ફ્લાઈટમાં પીએમ આરડ્રેને માફી પણ માંગી.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકી ન શકાયઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકી ન શકાય

English summary
New Zealand PM creates history by bringing with her 3-month-old daughter at UN
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X