ભૂકંપના ઝટકા વચ્ચે હસતા હસતા ઈન્ટરવ્યુ આપતા રહ્યા ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા
ન્યૂઝીલેન્ડમાં તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધવામાં આવી. ભૂકંપના ઝટકાની અસર ઘણી જગ્યાએ જોવા મળી. ખુદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને પણ આ ઝટકાઓને અનુભવ્યા. વાસ્તવમાં પ્રધાનમંત્રી અર્ડર્ન એક ટીવી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. આ દરમિયાન ભૂકંપના ઝટકા અનુભવાયા પરંતુ કોઈ રીતે પ્રધાનમંત્રી ખુદને નિયંત્રિત કરવામાં સફળ રહ્યા અને જરા પણ વિચલિત ન થયા. તેમની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. જે સમયે પ્રધાનમંત્રી વેલિંગટ સ્થિત સંસદથી ટીવી ચેનલના એક કાર્યક્રમમાં સવારે વાત કરી રહ્યા હતા એ દરમિયાન ભૂકંપના ઝટકા અનુભવાયા.

ભૂકંપના ઝટકા વચ્ચે ચાલુ રહ્યો ઈન્ટરવ્યુ
જે સમયે આ ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હતો, એ દરમિયાન ટીવી સ્ક્રીન હલવા લાગી. ત્યારબાદ ઈન્ટરવ્યુ લેનારે કહ્યુ કે આપણે ભૂકંપના ઝટકા અનુભવી રહ્યા છે. પરંતુ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રધાનમંત્રીના ચહેરા પર સ્મિત જળવાઈ રહ્યુ અને તે જરા પણ ડર્યા નહિ. તેમણે કહ્યુ કે આ ઘણો સારો ભૂકંપનો ઝટકો હતો. આ દરમિયાન વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીની પાછળ લાગેલ કોવિડનુ બેનર હલી રહ્યુ છે. પરંતુ તેમછતાં પ્રધાનમંત્રી હસતા હસતા પોતાનો ઈન્ટરવ્યુ ચાલુ રાખે છે.

લોકો કરી રહ્યા છે પ્રશંસા
તમને જણાવી દઈએ કે આ ભૂકંપ સાઉથ આઈસલેન્ડમાં અનુભવાયો છે. તે ધરતીથી 37 કિલોમીટર નીચે ઉત્તર-પશ્ચિમમાં લેવિનમાં ઉત્પન્ન થયો હતો. જો કે આ ઈન્ટરવ્યુ બાદ પ્રધાનમંત્રીએ કેબિનેટની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યુ કે જ્યારે ભૂકંપના ઝટકા અનુભવ્યા ત્યારે તે શું વિચારતા રહ્યા. તેમણે કહ્યુ કે તે 29 મે બાદ 100થી વધુ લોકોના ભેગા થવા વિશે વિચારી રહ્યા હતા. જે રીતે પ્રધાનમંત્રી આ સ્થિતિમાં ખુદને સંતુલિત રાખ્યા, તેની દરેક જણ પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની લોકો જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યુ કે જ્યારે મને કોઈ ફોન કરે છે અને મારે જ્યારે ફોન રણકે છે ત્યારે હું બહુ ડરી જઉ છુ. વિચારુ છુ કે આ સાયલેન્સ હતો કેવી રીતે બચીગયો પરંતુ પ્રધાનમંત્રી ભૂકંપના ઝટકાથી જેટલુ ડર્યા નથી એનાથી વધુ તો હું ફોનની રિંગથી ડરી જઉ છુ. એક અન્ય યુઝરે લખ્યુ કે હું મારી જિંદગીમાં હવે કોઈ પણ વસ્તુ પર પોતાની પ્રતિક્રિયા નહિ આપી શકુ, જે રીતે પ્રધાનમંત્રીએ પોતાન સંતુલિત રાખ્યા તે પ્રશંસનીય છે.
દેશભરના 15 હજાર સેન્ટરમાં લેવાશે CBSEની બાકી બચેલી પરીક્ષાઓ