For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીનું રાજીનામુ, ટ્રમ્પે સ્વીકાર્યુ

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિકી હેલીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિકી હેલીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હેલીએ મંગળવારે રાજીનામુ આપી દીધુ જેનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર કરી લીધો છે. તેમણે જણાવ્યુ કે હેલી આ વર્ષના અંત સુધીમાં પોતાનું પદ છોડી દેશે. હેલીને જાન્યુઆરી, 2017 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજદૂત બનાવવામાં આવી હતી. ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકી સિખ પરિવારમાંથી આવે છે.

Nikki Haley

યુએનમાં રાજદૂત બનતા પહેલા પૂર્વ સાઉથ કેરોલિનાની ગવર્નર રહી ચૂકી છે. તેમના રાજીનામા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કામની પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યુ કે નિકીએ શાનદાર રીતે પોતાના કામને અંજામ આપ્યો છે. ટ્રમ્પે ભવિષ્યમાં તેમની સાથે એક વાર ફરીથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વળી નિક્કીએ પણ સ્પષ્ટ કર્યુ છે કે 2020 માં અમેરિકી ચૂંટણી લડવાનો તેમનો કોઈ ઈરાદો નથી પરંતુ તે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કરશે.

આ પણ વાંચોઃ યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધીઆ પણ વાંચોઃ યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી

English summary
Nikki Haley resigns as US Ambassador to the UN
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X