For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનની કોર્ટે ત્રીજી વાર ફગાવી નીરવ મોદીની જામીન અરજી

શુક્રવારે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટે ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટે ફગાવી દીધી છે. પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના અબજો રૂપિયાના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજી પર આગામી સુનાવણી હવે 24 મેના રોજ થશે. નીરવની જામીન પર યુકેની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં આગામી સુનાવણી ચાલી રહી છે. વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા નીરવ મોદી યુકેની કોર્ટમાં હાજર થયો.

Nirav Modi

48 વર્ષીય નીરવ મોદી એક બિલિયન ડૉલરના પીએનબી ગોટાળાનો મુખ્ય આરોપી છે. 29 માર્ચના રોજ પણ ચીફ મેજસ્ટ્રેટ એમા આરબ્યુથોનૉટે નીરવની જામીન અરજી ફગાવી દીધી હતી. 29 માર્ચના રોજ ચીફ મેજસ્ટ્રેટ એમા આરબ્યુથોનૉટે નીરવની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટને ડર હતો કે નીરવ સરેન્ડર નહિ કરે. નીરવ મોદી પાસે 29 માર્ચના રોજ આવેલ ચુકાદા સામે અપીલ કરવા માટે નિયમ મુજબ 28 દિવસનો સમય હતો.

શુક્રવારે જે સુનાવણી હતી કે તેના રિમાન્ડ માટે હતી. ભારતની અપીલ પર 19 માર્ડે નીરવની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રીજી વાર છે જ્યારે નીરવની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જાન્યુઆરી 2018માં પીએનબી ગોટાળો સામે આવ્યો હતો. ત્યારબાદ નીરવના વિદેશમાં હોવાના સમાચાર આવ્યા હતા. હવે ભારતીય તપાસ એજન્સીઓ તેના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.

આ પણ વાંચોઃ રોહિત મર્ડર કેસમાં અપૂર્વા વિશે મા ઉજ્વલાએ કર્યા સનસનીખેજ ખુલાસાઆ પણ વાંચોઃ રોહિત મર્ડર કેસમાં અપૂર્વા વિશે મા ઉજ્વલાએ કર્યા સનસનીખેજ ખુલાસા

English summary
Fugitive Businessman Nirav Modi's bail rejected by London Court and he will have to stay in jail till 24th May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X