For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રોટીનના વિકાસ પર 3 વૈજ્ઞાનિકોને રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર

રસાયણ શાસ્ત્રના નોબેલ પુરસ્કારોની ઘોષણા બુધવારે કરી દેવામાં આવી છે. પહેલા હાફ માટે ફ્રાંસિસ એચ. અર્નાલ્ડ (અમેરિકા) ના નામની ઘોષણા કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

રસાયણ શાસ્ત્રના નોબેલ પુરસ્કારોની ઘોષણા બુધવારે કરી દેવામાં આવી છે. પહેલા હાફ માટે ફ્રાંસિસ એચ. અર્નાલ્ડ (અમેરિકા) ના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે બીજા હાફ માટે સંયુક્ત રીતે જ્યોર્જ સ્મિથ (અમેરિકા) અને સર ગ્રેગરી પી. વિંટર (બ્રિટિશ) ના નામનું એલાન કરવામાં આવ્યુ છે. સોમવારે આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની શરૂઆત થઈ હતી. ખાસ પ્રોટીન વિકસિત કરવા માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવશે.

nobel prize

વર્ષ 2018 ના રસાયણ શાસ્ત્રનું નોબલ પુરસ્કાર બે અમેરિકી અને એક બ્રિટિશ વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે આપવામાં આવશે. તેમને એક ખાસ પ્રોટીન વિકસિત કરવા માટે આ પુરસ્કાર આપવામાં આવશે. સાયન્સ એકેડમીએ કહ્યુ કે આ ત્રણે વૈજ્ઞાનિકોએ એવા પ્રોટીન વિકસિત કર્યા જેણે માણસોની રાસાયણિક સમસ્યાઓને ઉકેલી.

આ પણ વાંચોઃ જય શ્રીરામના નારા વચ્ચે 13 મુસ્લિમોનું ધર્મ પરિવર્તન, જણાવ્યા ઈસ્લામ છોડવાના કારણોઆ પણ વાંચોઃ જય શ્રીરામના નારા વચ્ચે 13 મુસ્લિમોનું ધર્મ પરિવર્તન, જણાવ્યા ઈસ્લામ છોડવાના કારણો

આ વખતે સાહિત્ય ક્ષેત્રમાં કોઈ પણ હસ્તીને નોબેલ પુરસ્કાર નહિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગયા 70 વર્ષમાં પહેલી વાર એવુ બન્યુ કે સાહિત્યનો નોબલ પુરસ્કાર આપવામાં નથી આવી રહ્યો. સ્વીડનમાં સાંસ્કૃતિક ગતિવિધિઓનું મોટુ નામ ગણાતા ફ્રાંસીસી નાગરિક જ્યાં-ક્લાઉડ અર્નોલ્ટ પર યૌન શોષણ અને નાણાંકીય ગુનાના આરોપ લાગ્યા છે. તેનાથી એકેડમીની છબીને ખૂબ જ નુકશાન પહોંચ્યુ છે. આ પુરસ્કાર નોબલ ફાઉન્ડેશન દ્વ્રારા સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલની સ્મૃતિમાં શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, મેડિસિન, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી UN પ્રમુખ દ્વ્રારા 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિતઆ પણ વાંચોઃ પીએમ મોદી UN પ્રમુખ દ્વ્રારા 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિત

English summary
Nobel Prize in Chemistry 2018: one half to Frances H. Arnold and other half jointly to George P. Smith Gregory P. Winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X