For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર થેરેપીની શોધ માટે મેડિસિનમાં બે વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર

મેડિસિનમાં નોબેલ પુરસ્કારોની ઘોષણા સાથે સોમવારે આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની શરૂઆત થઈ. આ વખતે મેડિસિના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર બે વ્યક્તિઓને સામૂહિક રીતે આપવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

મેડિસિનમાં નોબેલ પુરસ્કારોની ઘોષણા સાથે સોમવારે આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની શરૂઆત થઈ. આ વખતે મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર બે વ્યક્તિઓને સામૂહિક રીતે આપવામાં આવ્યુ. જેમ્સ પી એલિસન અને તાસુકૂ હોંજોને કેન્સર થેરેપીના રિસર્ચ માટે આપવામાં આવ્યુ છે. બંને વૈજ્ઞાનિકોએ એવી થેરેપી વિકસિત કરી છે જેનાથી શરીરની કોશિકાઓમાં ઈમ્યુન સિસ્ટમને કેન્સર ટ્યુમર સામે લડવા માટે મજબૂત બનાવી શકાશે.

જેમ્સ પી એલિસન-તાસુકૂ હોંજો

જેમ્સ પી એલિસન-તાસુકૂ હોંજો

જેમ્સ પી એલિસનનો જન્મ 1948 માં અમેરિકાના ટેક્સાસ શહેરના એલિસમાં થયો હતો. તે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના એન્ડરસન કેન્સર સેન્ટરમાં પ્રોફેસર છે. વળી, બીજા વૈજ્ઞાનિક તાસુકૂ હોંજોની ક્યોટો યુનિવર્સિટીમાં 1984 થી મેડિસિનના પ્રોફેસર છે. તેમનો જન્મ 1942 માં જાપાનાના ક્યોટો શહેરમાં થયો હતો.

આ પણ વાંચોઃ ચૂંટણી આયોગને ફેસબુક-ટ્વિટરનું આશ્વાસન, 48 કલાક પહેલા રોકી દેવાશે પ્રચારઆ પણ વાંચોઃ ચૂંટણી આયોગને ફેસબુક-ટ્વિટરનું આશ્વાસન, 48 કલાક પહેલા રોકી દેવાશે પ્રચાર

સાહિત્ય ક્ષેત્રમાં કોઈ પણ હસ્તીને નોબેલ પુરસ્કાર નહિ

આ વખતે સાહિત્ય ક્ષેત્રમાં કોઈ પણ હસ્તીને નોબેલ પુરસ્કાર નહિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલી વાર આવુ થયુ છે કે સાહિત્યનું નોબેલ પુરસ્કાર નથી આપવામાં આવી રહ્યુ. સ્વીડનમાં સાંસ્કૃતિક ગતિવિધિઓનું મોટુ નામ ગણાતા ફ્રાંસીસી નાગરિક જ્યાં-ક્લાઉડ અર્નોલ્ટ પર યૌન આરોપો અને નાણાંકીય ગુનાના આરોપ લાગેલા છે. તેનાથી સંસ્થાની છબીને ખૂબ નુકશાન પહોંચ્યુ છે. જેના કારણે આ વર્ષે સંસ્થાએ સાહિત્યનું નોબેલ નહિ આપવાનો નિર્ણય કર્યો છે.

શાંતિના નોબેલ પુરસ્કારની ઘોષણા ઓસ્લોમાં શુક્રવારે

સંસ્થા તરફથી ટૂંક સમયમાં ભૌતિક, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્ર ક્ષેત્રના નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવશે. શાંતિના નોબેલ પુરસ્કારની ઘોષણા ઓસ્લોમાં શુક્રવારે કરવામાં આવશે. જેના પર દુનિયાભરની નજર ટકેલી હશે.

આ પણ વાંચોઃ સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસનઆ પણ વાંચોઃ સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસન

English summary
nobel prize for medicine won by cancer researchers james p allison and tasuku honjo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X