For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર કોરિયાના તાનાશાહે ફરી ખતરનાક હથિયારનું પરીક્ષણ કર્યું

છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીત બંધ થઇ છે. ત્યારપછી ઉત્તર કોરિયાના તાનાશાહે એક નવું પરીક્ષણ શરુ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીત બંધ થઇ છે. ત્યારપછી ઉત્તર કોરિયાના તાનાશાહે એક નવું પરીક્ષણ શરુ કર્યું છે. ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ ઘ્વારા ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. મળતી જાણકારી અનુસાર આ પરીક્ષણ હાઈટેક છે. હજુ સુધી આ પરીક્ષણ અંગે સ્પષ્ટ રૂપે કઈ પણ નથી જણાવવામાં આવ્યું. આ પરીક્ષણ ઘ્વારા ફરી એકવાર ઉત્તર કોરિયાએ પોતાના તેવર બતાવી દીધા છે.

kim jong un

કોરિયાની સેન્ટ્રલ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનથી યૌનહેપ ન્યુઝ એજન્સીએ આ પરીક્ષણની જાણકારી આપતા જણાવ્યું કે કિમ જોંગે જાતે પરીક્ષણ જગ્યાનું અવલોકન કર્યું. આ પરીક્ષણ નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યું. આ પરીક્ષણ વિશે વધારે જાણકારી નથી આપવામાં આવી. એટલું જ નહીં પરંતુ જે જગ્યા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેની સ્થિતિ વિશે પણ કોઈ માહિતી નથી આપી. આ પરીક્ષણને એટલું ખાનગી રાખવામાં આવ્યું કે તેના વિશે કોઈ પણ માહિતી બહાર નથી આવી શકી.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પથી જૂઠું બોલી રહ્યા છે કિમ જોંગ, તૈયાર થઇ રહી બે બૈલેસ્ટિક મિસાઇલો

ઉત્તર કોરિયાની સ્ટેટ મીડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી સ્ટેટ ઓફ ધ આર્ટ હથિયારને વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ હથિયારને અમારા જબરજસ્ત નેતાની આગેવાનીમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદેશ દેશની સીમાને સુરક્ષિત કરવાનો અને અમારી સેનાની તાકાત વધારવાનો છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પરીક્ષણ પુરી રીતે સફળ રહ્યું છે.

આ પણ વાંચો: એડલ્ટ ફિલ્મોના દિવાનો છે નોર્થ કોરિયાનો આ તાનાશાહ

English summary
North Korean media say leader Kim Jong Un observed successful test of unspecified "tactical weapon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X