For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાખોમાં વેચાયુ ડોનાલ્ડ ટ્રમ્પનું ન્યૂડ સ્ટેચ્યુ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ન્યૂડ સ્ટેચ્યુની લૉસ એન્જેલસમાં હરાજી થઈ છે અને તેની કિંમત જાણીને તમે સૌ ચોંકી જશો.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ન્યૂડ સ્ટેચ્યુની લૉસ એન્જેલસમાં હરાજી થઈ છે અને તેની કિંમત જાણીને તમે સૌ ચોંકી જશો. ટ્રમ્પનું આ ન્યૂડ સ્ટેચ્યુ લગભગ 19 લાખ રૂપિયા એટલે કે 28,000 અમેરિકી ડોલરમાં વેચાયુ છે. ત્યારબાદ તેને એક હોન્ટેડ મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યુ છે. આ સ્ટેચ્યુને જેક બોન્સે ખરીદ્યુ છે. જેક પેરાનોર્મલ એક્ટીવિટીઝની તપાસ માટે જાણીતો છે. બુધવારે આ સ્ટેચ્યુની હરાજી થઈ. આ સ્ટેચ્યુની જૂલિયંસ ઓક્શન્સ તરફથી હરાજી કરવામાં આવી છે. ટ્રમ્પ અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ છે.

વિવાદિત છે ટ્રમ્પનું આ સ્ટેચ્યુ

વિવાદિત છે ટ્રમ્પનું આ સ્ટેચ્યુ

ટ્રમ્પનું આ સ્ટેચ્યુ ઘણુ વિવાદિત છે અને માનવામાં આવે છે કે આ છેલ્લુ સ્ટેચ્યુ હતુ જે ખતમ નહોતુ થઈ શક્યુ. લૉસ એન્જેલસમાં થયેલી હરાજીમાં જેક બોન્સે તે ખરીદ્યુ અને બાદમાં તેને પ્રદર્શન માટે મૂકી દેવામાં આવ્યુ હતુ. ટ્રમ્પના આ છેલ્લા ન્યૂડ સ્ટેચ્યુને લૉસ એન્જેલસના 4600 બ્લોકમાં સ્થિત હોલીવુડ બુલેવાર્ડમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યું હતુ.

પાંચ જગ્યાએ રાખવામાં આવ્યુ હતુ

પાંચ જગ્યાએ રાખવામાં આવ્યુ હતુ

સ્ટેચ્યુ ઓગસ્ટ 2016 માં ટ્રમ્પના આ ન્યૂડ સ્ટેચ્યુ અમેરિકાની પાંચ જગ્યાએ લૉસ એન્જેલસ, સાન ફ્રાંન્સીસ્કો, ન્યૂયોર્ક, સિએટલ અને ક્લેવલેન્ડમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. આ સ્ટેચ્યુએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણુ અટેન્શન મેળવ્યુ હતુ. ચાર સ્ટેચ્યુ જ્યાં પૂરેપૂરા ખતમ થઈ ગયા ત્યાં આ સ્ટેચ્યુ બચી ગયુ હતુ.

કોણ છે જેક

કોણ છે જેક

આ સ્ટેચ્યૂને ધ એમ્પરર હેવ નો બોલ્સનું ટાઈટલ આપવામાં આવ્યુ હતુ. ન્યૂયોર્કમાં લા લુઝ ધ જીસસ ગેલેરીમાં આ છેલ્લા સ્ટેચ્યુને સુરક્ષિત રાખવામાં આવ્યુ હતું. જેક બોન્સ કે જેણે આ સ્ટેચ્યુને ખરીદ્યુ છે તે અમેરિકી ટીવીની જાણીતી પર્સનાલિટી છે. જેકનું મ્યૂઝિયમ લાસ વેગાસમાં પર્યટકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

કોણે કર્યુ હતુ તૈયાર

કોણે કર્યુ હતુ તૈયાર

ટ્રમ્પનું ન્યૂડ સ્ટેચ્યુ બનાવનાર કલાકાર જિંજરે 2016 માં વૉશિંગ્ટન પોસ્ટને કહ્યુ હતુ કે આ સ્ટેચ્યુ માટી અને સિલિકોનથી બનેલા છે અને દરેકનું વજન 80 પાઉન્ડ છે. વર્ષ 2016માં લૉસ એન્જેલસ, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક, સિએટલ અને ક્લિવલેન્ડમાં ટ્રમ્પના ન્યૂડ સ્ટેચ્યુને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

English summary
nude donald trump statue goes 28 000 at auction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X