For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનના ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશનમાં ફાયરિંગ, એક ઇજાગ્રસ્ત

લંડનના ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશનમાં થયું ફાયરિંગ. જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. આ અંગે વધુ જાણકારી મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. તમે પણ આ અંગે વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

બ્રિટનની રાજધાની લંડનના ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશનમાં ફાયરિંગના ખબર મળતામાં નાસભાગ થઇ ગઇ હતી. શુક્રવારે બ્રિટનના લંડનના ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશનમાં ફાયરિંગ થયું હતું જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટના પછી પોલીસે થોડા સમય માટે ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશન અને બોન્ડ સ્ટ્રીટ સ્ટેશન બંધ કરી દીધા હતા. સાથે જ આ ઘટના પછી લોકોએ આ ક્ષેત્ર તરફ ના આવવા અને અહીં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી.

London

ત્યારે હાલ આ ઘટના વિષે પોલીસ વધુ જાણકારી એકત્રિત કરી રહી છે. આ ઘટના પછી અહીંના લોકો ખૂબ જ ભયભીત છે. અને સરકારે પણ મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર સુરક્ષા ચાંપતી કરી છે. ત્યારે આ કોઇ આતંકી હુમલો છે કે નહીં તે અંગે પોલીસની તપાસ ચાલી રહી છે. અને ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લંડનના ટ્યૂબ સ્ટેશનમાં આતંકી હુમલાની ઘટનાઓ બની છે. જેના કારણે આ લોકોમાં ડરમાં માહોલ સર્જાયો છે.

English summary
London: Gunfire sparks panic in Oxford Circus, but police find nothing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X