For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર

કાચા તેલના ઉત્પાદન અને ભાવો અંગે વિયેનાની રાજધાની હવાનામાં શુક્રવારે ઓપેકની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં તેલ ઉત્પાદન પર ફોક્સ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

કાચા તેલના ઉત્પાદન અને ભાવો અંગે વિયેનાની રાજધાની હવાનામાં શુક્રવારે ઓપેકની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં તેલ ઉત્પાદન પર ફોક્સ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ઓપેક દેશ તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લઈ શકે છે. જો કે તેલ ઉત્પાદન વધારવા અંગે ઓપેકના સભ્યો હાલમાં એકમત નથી જણાઈ રહ્યા. સાઉદી અરબ ઈચ્છે છે તેલનું ઉત્પાદન વધારવામાં આવે કારણકે તે ગ્રાહકો અને બજારના હકમાં નિર્ણય છે. વળી ઈરાન, ઈરાક અને વેનેઝુએલા તેલ ઉત્પાદન વધારવાના પક્ષમાં નથી. તમને જણાવી દઈએ કે ઓપેકની બેઠકમાં જો તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે છે.

10 લાખ બેરલ પ્રતિ દિન વધારવાની માંગ

10 લાખ બેરલ પ્રતિ દિન વધારવાની માંગ

રશિયા ભલે ઓપેકનું સભ્ય ન હોય પરંતુ એક મોટો તેલ ઉત્પાદક દેશ હોવાના નાતે આ બેઠકમાં રશિયા અને અન્ય દેશ પણ શામેલ છે. રશિયા ઈચ્છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની મુશ્કેલીઓને જોતા પ્રતિ દિન 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલની સપ્લાયની જરૂર છે. સાઉદી અરબ પહેલેથી જ છેલ્લા એક મહિનાથી 5 લાખ પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલ વધારી ચૂક્યુ છે. વળી કુવેતે પણ પોતાના ક્રૂડ ઓઈલનું સપ્લાય પહેલેથી જ વધારી દીધુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઈરાન પણ ક્રૂડ ઓઈલનું સપ્લાય વધારવા માટે રાજી છે. આ બેઠકમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવું લગભગ નક્કી છે પરંતુ કેટલુ વધશે તે બેઠક બાદ જ ખબર પડશે.

ભારત માટે કેમ આ બેઠક મહત્વની

ભારત માટે કેમ આ બેઠક મહત્વની

ચીન અને અમેરિકા બાદ ભારત દુનિયાનો તેલ આયાત કરનાર ત્રીજો સૌથી મોટો દેશ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં તેલના ભાવોમાં વધારો થતાં કેન્દ્ર સરકાર પણ બેકફૂટ પર આવી ગઈ છે. ભારતમાં વિપક્ષથી લઈને સામાન્ય જનતા સુધી બધા તેલના ભાવોના કારણે પરેશાન સરકારને ઘણી વાર ઘેરી ચૂકી છે. તેલના ભાવો વધતા ભારતને વેપારમાં નુકશાન થઈ રહ્યુ છે. આ તરફ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઘણી તેલ કંપનીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. જો ઓપેકની બેઠકમાં ક્રૂડ ઓઈલ પ્રોડક્શન અંગે નિર્ણય લેવામાં આવે તો બ્રેન્ટના ભાવ 65 ડૉલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે અને આનાથી તેલના ભાવોમાં ઘટાડો થઈ શકે છે. વળી, જો આ જ પ્રમાણે ચાલુ રહ્યુ તો સરકારને ઉત્પાદ શુલ્કમાં ઘટાડો કરવા માટે મજબૂર કરવામાં આવશે જેનાથી ભારતમાં રાજકોષીય નુકશાનમાં વધારો થશે.

ઓપેક પર અમેરિકા અને રશિયાનું દબાણ

ઓપેક પર અમેરિકા અને રશિયાનું દબાણ

અમેરિકામાં આ વર્ષે સપ્ટેમ્બરમાં ચૂંટણી થવા અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત સાઉદી અરબ પર ક્રૂડ ઓઈલ પ્રોડક્શન અંગે દબાણ કરી રહ્યા છે. અમેરિકામાં પણ તેલના ભાવોથી લોકો પરેશાન છે અને ટ્રમ્પ નથી ઈચ્છતા કે આવનારી ચૂંટણી પર આની અસર પડે. આ તરફ રશિયા પહેલેથી જ આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં રાખીને ઓપેકને ક્રૂડ ઓઈલ પ્રોડક્શન વધારવાની માંગ કરી રહ્યુ છે. રશિયા નથી ઈચ્છતુ કે તેલના ભાવોમાં હજુ વધારો થાય.

English summary
OPEC meeting in Vienna kickstarts today, Why is this important for India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X