અમેરિકાઃ ન્યૂયોર્કમાં ફાયરિંગ, 4 લોકોનાં મોત 3 ઘાયલ
ન્યૂયોર્કઃ અમેરિકામાં ફરી એકવાર ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે. ગોળીબારની આ ઘટના ન્યૂયોર્કના બ્રૂકલિનના યૂટિકામાં બની. આ હુમલામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘાયલ લોકોને પોલીસની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ પોલીસ હુમલાખોરોની તપાસમાં લાગી ગઈ છે.
ન્યૂયોર્ક સિટી પોલીસ મુજબ ગોળીબારની આ ઘટના ન્યૂયોર્કના બ્રૂકલિનના યૂટિકામાં એક ક્લબની અંદર ઘટી. પોલીસે કહ્યું કે આ ઘટના શનિવારે સવારે 7 વાગ્યાની છે. સંદિગ્ધ ક્લબમાં ઘૂસી ગયો અને ત્યાં હાજર લોકો ઉપર ફાયરિંગ કરવા લાગ્યો હતો. ફાયરિંગમાં ચાર લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.
ઘાયલોમાંથી એકને કિંગ્સ કાઉન્ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે બેને બ્રુકડેલ યૂનિવર્સિટી હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. ફાયરિંગ કયા કારણોસર થયું તે અંગે હજુ જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લીધી છે. સંદિગ્ધોની તલાશ ચાલુ છે. હજુ સુધી પોલીસે ફાયરિંગની આ ઘટનામાં કોઈની ધરપકડ કરી નથી.
જિનપિંગ સાથેની મુલાકાત બાદ બોલ્યા મોદી, ભારત-ચીન વચ્ચે નવા યુગની શરૂઆત