For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાદેન અભિયાન પાક-અમેરિકાની "ફિક્સ મેચ" હતી, પાકનો કેદી હતો ઓસામા

|
Google Oneindia Gujarati News

અલ કાયદાનો ચીફ અને ખૂંખાર આંતકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનની ધરતી પર અમેરિકી સૈન્યએ સૈન્ય કાર્યવાહી કરીને મોતને ઘાટ ઉતાર્યો. ઇતિહાસની આ મોટી ઘટનાને સૌ કોઇ જાણે છે. પણ હવે અમેરિકાની આ મોટી જીત પાછળ છૂપાયેલી રાજનિતી અને કૂટનિતીઓના પત્તાં એક પછી એક ખુલી રહ્યા છે.

અમેરિકા જ્યાં આ ઘટનાને એક ગુપ્ત ઓપરેશન કહી પોતાની સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધિ ગણાવી રહ્યું છે ત્યાં જ પાકિસ્તાન કહે છે કે તેની મદદ વગર અમેરિકા ઓસામાનો વાળ પણ વાંકો ના કરી શક્યો હોત.

ત્યારે આ સમગ્ર મામલે હાલ કેટલાક નવા પહેલુંઓ સામે આવ્યા છે. ત્યારે શું છે ખરેખર લાદેન અભિયાન પાક-અમેરિકાની ફિક્સ મેચ હતી? અને શું ઓસામા પાકનો કેદી હતો? જાણો આ ફોટો સ્લાઇડટમાં...

સેમર હર્શનો દાવો

સેમર હર્શનો દાવો "ફિક્સ" ઓપરેશન

જો કે પુલિત્ઝર પ્રાઇઝ વિનર અને જાણીતા પત્રકાર સેમર હર્શે અમેરિકાના આ અભિયાનને "અમેરિકાની છેતરપીંડી" કહ્યું છે. વધુમાં પૂર્વ આઇએસઆઇએચ ચીફ અસદ દુર્રાનીનું નિવેદન અને હર્શના નિવેદનમાં પણ ધણી સમાનતા જોવા મળે છે. હર્શના કહેવા મુજબ લાદેન અભિયાન અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સમજાતો હતો.

"ધ ડૌન"નો ખુલાસો

પાકિસ્તાનના અખબાર "ધ ડૌન"માં રજૂ થયેલા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે 2010માં પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીએ અમેરિકાને ઓસામાના ઠેકાણાની ખબર આપી હતી. જેના બાદ અમેરિકા તેની મારી નાખવાના ઓપરેશન હાથ ધર્યું હતું.

વાઇટ હાઉસે આપ્યો ખુલાસો

વાઇટ હાઉસે આપ્યો ખુલાસો

જો કે વ્હાઇટ હાઉસએ આ તમામ દાવાને પોકળ કરાર કર્યા છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રિય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડવર્ડ પ્રાઇસે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે આ તમામ દાવાઓ ખોટા છે અને લાદેન બાબતે અમેરિકાના કેટલાક ખાસ અધિકારીઓને જ ખબર હતી.

શું દુર્રાની અને હર્શના દાવામાં છે હકીકત?

શું દુર્રાની અને હર્શના દાવામાં છે હકીકત?

હર્શ પોતાના લેખમાં અનેક સુત્રોનો હવાલો આપીને કહ્યું છે કે લાદેન 2006થી અલટાબાદમાં પાક.ના ગુપ્તચર વિભાગ દ્વારા નજરકેદ હતો. વધુમાં આ વર્ષે ફ્રેબ્રુઆરીમાં પણ દુર્રાનીએ પાક. અને અમેરિકા વચ્ચે થયેલા લાદેન કરાર પર ખુલાસો આપ્યો હતો.

ભારતને પણ છે આ મામલે શંકા

ભારતને પણ છે આ મામલે શંકા

એટલું જ નહીં ભારતના પણ કેટલાક અધિકારીઓ માને છે કે આ બન્નેના દાવામાં કેટલાક અંશે સચ્ચાઇ હોઇ શકે છે. લાદેન ઓપરેશન બાદ અમેરિકાએ પાકિસ્તાન મોટી સંખ્યામાં સૈન્ય મદદ આપવાનું શરૂ કર્યું હતું.

શું ઓબામા માટે લાદેન ચૂંટણીનો મુદ્દો હતો?

શું ઓબામા માટે લાદેન ચૂંટણીનો મુદ્દો હતો?

ઓબામાનો પહેલો કાર્યકાળ ખુબ જ ઉતાર ચઢાવથી ભરેલો હતો. જે બાદ ઓબામાને પણ અંદાજો હતો કે તે બીજી વાર રાષ્ટ્રપતિ નહીં બની શકે. અમેરિકામાં ત્યારે આર્થિક સંકંટ હતો અને ત્યારે ચૂંટણી પ્રચારમાં ઓબામાએ લાદેન ઓપરેશનનો પૂરતો ફાયદો ઉઠાવ્યો હતો. તેમણે તેના નિવેદનોમાં પણ કહ્યું હતું કે કે તેમણે સમગ્ર ઓપરેશન પર પોતાની નજર રાખી હતી.

પાક. લાદેનને આપવા તૈયાર હતું

પાક. લાદેનને આપવા તૈયાર હતું

લાદેન જ્યારે અલ કાયદા માટે કોઇ જ કામનો નહતો રહ્યો ત્યારે અમેરિકાએ તેને મારી નાંખ્યો. લાદેન, ઓબામા માટે એક ચૂંટણીનો મુદ્દો હતો. જેની પર અમેરિકા અને પાક. બન્ને સહમત હતા. વધુમાં 2011માં લાદેન તબિયત અત્યંત કથળી ગઇ હતી અને તે આઇએસઆઇ માટે પણ નિર્થક બની ગયો હતો. એલટાબાદમાં મળેલા દસ્તાવેજ પણ તે જ કહેતા હતા કે લાદેન અલ કાયદાની ગતિવિધિઓથી ખુશ નહતો.

કેવી રીતે શક્ય બને?

કેવી રીતે શક્ય બને?

પાકિસ્તાનની જાણકારી બહાર કોઇ તેના દેશમાં હવાઇ જહાજ ઉડાવી એક સૈન્ય ઓપરેશનને અંજામ આપી શકે તે વાત બિલકુલ પણ ગળે ઉતરે તેવી નથી.એબટાબાદમાં કલાકો સુધી ચાલેલા આ અભિયાન વિષે પાકિસ્તાનને ખબર ના હોય તેવું શું બની શકે? ત્યારે આવા અનેક સવાલો આ સમગ્ર અભિયાન પર અનેક વેધક સવાલો ઊભા કરે છે

English summary
Osama Bin Laden Operation was a fix match between Pakistan and America, Pulitzer award winner journalist give his account on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X