For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના દરેક 4માંથી 1 યૂઝરે ડિલિટ કર્યું ફેસબુક

અમેરિકાના દરેક 4માંથી 1 યૂઝરે ડિલિટ કર્યું ફેસબુક

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં છેલ્લા કેટલાવ વર્ષોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો થઈ રહેલ ઉપયોગમાં બદલાવ આવ્યો છે. ગયા વર્ષોમાં અમેરિકાની ચૂંટણી દરમિયાન ફેસબુક પર ધમકીભર્યાં અને ઘૃણાસ્પદ પોસ્ટ વાયરલ થઈ રહી હતી અને લોકોના પ્રાઈવેટ ડેટા લિક થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે અમેરકનોએ ફેસબુકનો ઉપયોગ કરવાનું ઘટાડી દીધું છે.

facebook

પ્યૂ રિસર્ચ સેન્ટરે બુધવારે જાહેર કરેલા સર્વેના તારણો પરથી આ અંગે માહિતી મળી છે, એ સમયે જ ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઑફિસર શેર્લી સેનબર્ગ 2016ની ચૂંટણી કરતાં પ્લેટફોર્મ પર વિદેશી હસ્તક્ષેપનો સામનો કરવા માટે કંપની કેવી રીતે વધુ સારી રીતે તૈયાર છે તે મુદ્દે સેનેટ પેનલની સુનાવણી દરમિયાન ખાતરી આપી રહ્યા હતા.

આ સર્વેમાં જાહેર કરવામાં આવ્યું કે 74 ટકા યુવાનોએ ફેસબુકમાં પોતાની પ્રાઈવસી સેટિંગ્સ બદલી નાખ્યા છે, ફેસબુક એપનો ઉપયોગ કરવો બંધ કરી દીધો છે અથવા તો તેને ડિલિટ કરી દીધી છે.

પ્યને પોતાના સર્વેમાં એમ પણ જાણવા મળ્યું કે 4માંથી 1 અમેરિકન નાગરિકે ફેસબુક એપ ડિલિટ કરી દીધી છ. 54 ટકા યૂઝર્સે પોતાના પ્રાઈવસી સેટિંગ્સ બદલી નાખ્યા છે અને 42 ટકા યૂઝર્સે ફેસબુકનો ઉપયોગ કરવો બંધ કરી દીધો છે. એપ ડિલિટ કરનાર મોટાભાગના યૂઝર્સ યુવાનો છે. 18થી 29 વર્ષના 64 ટકા લોકોએ તેમના પ્રાઈવસી સેટિંગ્સ બદલ્યાં છે જ્યારે 65થી વધુની ઉંમરના 33 ટકા યૂઝર્સે એપ આ પગલું ભર્યું છે.

વૉશિંગ્ટન પોસ્ટને આપેલા સ્ટેટમેન્ટમાં ફેસબુકે કહ્યું કે યૂઝર્સ દરરોજ પોતાના પ્રાઈવસી સેટિંગ્સ કન્ટ્રોલ કરતા હોય છે. "તાજેતરના વર્ષોમાં અમે અમારી પૉલિસી વધુ સ્પષ્ટ કરી દીધી છે, પ્રાઈવસી સેટિંગ્સ સહેલા કરી દેવામાં આવ્યાં છે જેથી યૂઝર્સ સારી રીતે તેને એક્સેસ, ડાઉનલોડ કે ડિલિટ કરી શકે. ફેસબુક પર પોતાની માહિતીને કઈ રીતે મેનેજ કરવી તે અંગે યૂઝર્સમાં સમજણ વિકસે તે માટે અમે એજ્યુકેશન કેમ્પેન પણ ચલાવ્યાં છે."

આ પણ વાંચો- રૂપિયો નબળો પડતાં લોકોએ ઘરે પૈસા વધુ મોકલવાનું શરૂ ર્યું

English summary
over 1 in 4 american users deleted facebook
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X