For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ચૂંટણીમાં 40થી વધુ ભારતીય ઉમેદવારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

australian-flag
મેલબોર્ન, 23 ઑક્ટોબર: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં ઝડપથી ભારતીયોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પ્રથમ વખત 40થી વધુ ભારતીય લોકો સ્થાનિક ચૂંટણીમાં જોવા મળશે. વિક્ટોરિયા ઇલેકશન કમિશનની વેબસાઇટ મુજબ 26 ઑક્ટોબરે યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં 41 ભારતીય અને 10 ભારતીય મૂળના લોકો ભાગ લેવાના છે. જેને ઓસ્ટ્રેલાઇ ચૂંટણીમાં સકારાત્મક બદલાવ કહેવામાં આવે છે.

ભારતીય સમુદાયના 'સાઉથ એશિયન ટાઇમ્સ' નામના સમાચાર પત્ર ચલાવનાર મેલબોર્નના એક ભારતીય નેતા નીરજ નંદાએ કહ્યું હતું કે ' સાચી વાત છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીય સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઇ રહ્યાં છે આ ઓસ્ટ્રેલિયામાં વધતી જતી ભારતીયો સંખ્યાનો પ્રભાવ દર્શાવે છે.

નંદાએ કહ્યું હતું કે ' કેટલાક ઉમેદવારો માટે સ્થાનિક રાજકારણ એકદમ નવું છે અને કદાચ આમાંથી કેટલાક જીતી પણ નહી શકે. પરંતુ આ મોટી સંખ્યામાં પ્રતિનિધિત્વ એ સકારાત્મક વાત છે'. આ વર્ષે સ્થાનિક ચૂંટણીમાં ચીનીઓ કરતાં ભારતીય ઉમેદવારોની સંખ્યા વધારે છે.

વ્યવસાયિક કોલેજ અને પ્રાઇવેટ સ્કૂલ ચલાવનાર ખાને કહ્યું હતું કે જો તેઓ ચૂંટાશે તો તે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધ માટે કામ કરશે.

English summary
With Indians emerging as one of the fastest growing communities in Victoria, the local government elections for the first time will see a big contingent of over 40 Indians entering the poll fray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X