For Quick Alerts
For Daily Alerts
પાક.માં ભગતસિંહના નામનો વિવાદ, કોર્ટે સ્ટે લંબાવ્યો
કરાંચી, 29 નવેમ્બર: પાકિસ્તાનની એક કોર્ટે લાહોરના ઐતિહાસિક ગોલ ચોકનું નામ શહીદ-એ-આઝમ ભગતસિંહના નામ પર રાખવા પર સ્ટે વધારી દીધો છે. લાહોર હાઇકોર્ટે ફુવારા ચોકનું નામ ભગત સિંહના નામ પર રાખવાના નિર્ણયને પડકારતી અરજી પર પંજાબ સરકાર અને લાહોર જિલ્લા પ્રશાસન તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં આવતા સ્ટે ત્રણ સપ્તાહ સુધી વધારી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવા સાથે જોડાયેલ તહરીક-એ-હુરમત-એ-રસૂલે ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાના નિર્ણયનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી. સંગઠન તરફથી આ અરજી દાખલ કરનાર સ્થાનીય વ્યાપારી જાહિદ બટ્ટનો દાવો છે કે ભારતીય ખુફિયા એજન્સી રોએ આ મુદ્દાને ઉઠાવવા ભગતસિંહ ફાઉન્ડેશનને ધન આપ્યું છે. તેનો દાવો છે કે ફાઉન્ડેશને દિલકશ લાહોર સમિતિ સાથે લોબિંગ કરી છે. આ જ સમિતિએ ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાની ભલામણ કરી છે.
બીજી બાજુ જમાત-ઉદ-દાવાના નેતા અને તહરીક-એ-હુરમત-એ-રસૂલના પ્રમુખ મૌલાના અમીર હમ્જાનું કહેવું છે કે તેમનું સંગઠન કોઇપણ સ્થળનું નામ હિન્દુઓ, શીખો અથવા ઇસાઇના નામ પર રાખવાને મંજૂરી નહી આપે.
Comments
lahore pakistan bhagat singh freedom fighter પાકિસ્તાન લાહોર ગોલ ચોક ભગતસિંહ લાહોર હાઇકોર્ટે ફુવારા ચોક ભગત સિંહ
English summary
The renaming of Lahore’s Fawara Chowk in the Shadman area after revolutionary freedom fighter Bhagat Singh got delayed further on Wednesday with the Lahore High Court extending a stay on the proposal by three weeks.
Story first published: Thursday, November 29, 2012, 17:52 [IST]