For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકમાં પત્રકારોને કસાબના ગામમાં ઘૂસવા ના દીધા

|
Google Oneindia Gujarati News

ajmal-kasab
લાહોર, 22 નવેમ્બર: પાકિસ્તાની સુરક્ષા અને ઇન્ટેલિજેન્સ એજન્સીએ બુધવારે પત્રકારો અને કેમેરામેનને અજમલ કસાબના ગામમાં જતા અટકાવ્યા હતા. પુણેની યરવડા જેલમાં કસાબને ફાંસી આપવામાં આવ્યાને એક કલાક પછી જ પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં આવેલા કસાબમાં ગામ ફરિદકોટમાં જવા પર પ્રતિબંદ લાદી દેવામાં આવ્યો હતો.

એક પત્રકારે જણાવ્યું હતું કે, જ્યારે પત્રકારો અને કેમેરામેન દ્વારા કસાબના પાડોશીઓનું ઇન્ટરવ્યું લેવા જવા દેવામાં આવે તેવી દલીલ કરતા સુરક્ષા અધિકારીઓએ પત્રકારો સાથે ઉદ્ધત વર્તન કરતા કેમરા ખેંચી લીધા હતા. નામ નહીં જણાવતા એક અંગ્રેજી સમાચાર પત્રના સંવાદદાત્તાએ કહ્યું છે,'' સુરક્ષા એજન્સીના એક કર્મચારી કે જે ગામવાસીઓનો પહેરવેશ પહેરીને કસાબના પાડોસીઓ સાથે રોડ પર આવી ગયો હતો અને અમને પરત ફરી જવા તથા પાકિસ્તાનને બદનામ નહીં કરવા જણાવ્યું હતું.''

તેમણે કહ્યું કે, જ્યારે અમે કસાબના પાડોસી પાસે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ કર્મીએ એક્સપ્રેસ ન્યૂઝ, ચેનલ ફાઇવ અને અપના ટીવીના સભ્યો પાસેથી કેમેરા આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હતો તથા અન્ય પત્રકારો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. એ કર્મીએ કહ્યું હતું, '' શા માટે તમે અમારા દેશને બદનામ કરવા માંગો છો? વિરોધી દેશના હાથની કતપૂતળી ના બનો.''

''ઘરે પાછા જતાં રહો અને આ ગામવાસીઓનું ઇન્ટરવ્યું લેવાનું ભૂલી જાઓ,'' તેમ એ સુરક્ષાકર્મીએ વધુમાં જણાવ્યું હતું. એક્સપ્રેસ ન્યૂઝના એક પત્રકારે કહ્યું છે કે, તેમણે જિલ્લા પોલીસ ચીફનો સંપર્ક કર્યો હતો અને સાદા વસ્ત્રોમાં આવેલા કર્મી દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું તે અંગે ફરિયાદ કરી હતી.

''એ અધિકારીએ અમને કહ્યું કે અમારી માટે એ વાત સારી રહેશે કે અમે આ સ્થળેથી જતા રહીએ કારણ કે, કસાબને લઇને ગામવાસીઓ ઘણા ગુસ્સે ભરાયા છે. તેઓ તમારી સાથે વાત કરવા માંગતા નથી.'' તેમ પત્રકારે જણાવ્યું છે. કસાબનો જન્મ 1987માં ફરિદકોટ ખાતે થયો હતો, પાડોસીએ કહ્યું હતું કે તે બોલિવુડ ફિલ્મોનો રસિયો હતો અને કરાટે જાણતો હતો. નોંધનીય છે કે આતંકવાદી સંગઠન સાથે જોડાયા બાદ તેણે મુંબઇમાં 2008માં હુમલો કર્યો હતો જેમાં 181 જેટલા લોકો મર્યાં હતા. કસાબને 21 નવેમ્બરના રોજ ફાંસી આપવામાં આવી છે.

English summary
Pakistani security and intelligence agencies today barred journalists and television cameramen from entering Ajmal Kasab's hometown in Punjab province, hours after the lone surviving terrorist involved in the Mumbai attacks was hanged in a Pune jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X