For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો પાક ગર્લ મલાલા હશે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા

|
Google Oneindia Gujarati News

malala-yousafzai
નવીદિલ્હી, 1 ફેબ્રુઆરીઃ તે કદાચ વિશ્વની સૌથી યુવા નોબલ પ્રાઇઝ વિજેતા બની શકે છે. પાકિસ્તાન સ્કૂલ ગર્લમાંથી એક ફાઇટર વિમેન બનેલી મલાલા યુસાફઝાઇને આ વખતે નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટેડ કરવામાં આવી છે. નોમિનેશન્સ માટેની ડેડલાઇન આજની છે. ફ્રેન્ચ, કેનેડિયન અને નોર્વેજીઅનના સાંસદોએ વ્યક્તિગત રીતે મલાલાને નોમિનેટેડ કરી હતી. આ એવોર્ડની જાહેરાત ઓક્ટોબરના પ્રારંભમાં કરવામાં આવશે.

ગયા વર્ષે 9 ઓક્ટબરે મલાલા યુસુફઝાઇ સહિત 15 જ્યારે એક સ્કૂલ બસમાં હતા ત્યારે એક તાલીબાની બંદૂકધારી દ્વારા તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સ્વેત વેલીના વિસ્તારના સરહદી વિસ્તારમાં કન્યાઓના ભણતરને પ્રોમોટ કરવા બદલ મલાલાને તાલીબાનીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. તેને યુકે લઇ જવામાં આવી હતી અને ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી. દસ દિવસ સુધી તેના પર સારવાર કરવામાં આવ્યા બાદ તે ધીરે-ધીરે સારી થઇ રહી છે.

તેના પર તાલીબાનીઓ દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યા બાદ વિશ્વભરમાં આ હુમલાની ટિકા કરવામાં આવી હતી અને તેનો સખત વિરોધ પણ થયો હતો. ત્યારથી તે મહિલા ભણતર માટે અવાજ ઉઠાવનારી અને તાલિબાનીઓ સાથે બાથ ભીડનારો એક યુવા ચહેરો બની ગઇ હતી.

પીસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્લોના હેડ ક્રિસ્ટિયન બ્રેગ હાર્પવેકિને કહ્યું, ' મલાલા માટે આ એવોર્ડ માત્ર હ્યુમન રાઇટ્સ અને ડેમોક્રેસી ચેમ્પિયન્સના આધારે જ નથી પરંતુ તે તમામ બાળકો અને અભ્યાસ પર શાંતિ અને સંઘર્ષનો એજેન્ડા ઉભો કરવા માટે પણ છે.'

English summary
She could become the youngest to win a Nobel Prize. Pakistani schoolgirl-turned-fighter for women's empowerment Malala Yousafzai has been nominated for this year's Nobel Peace Prize.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X