પાક.માં હેવાનિયત: 9 વર્ષની હિન્દુ બાળાની બળાત્કાર બાદ હત્યા

Posted By:
Subscribe to Oneindia News

ઇસ્લામાબાદ, 20 જાન્યુઆરી: પાડોશી દેશ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માત્ર 9 વર્ષની હિન્દુ બાળકીની બળાત્કાર બાદ ક્રૂર હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પાકિસ્તાનની રાજધાની લાહોરથી લગભગ 400 કિલો મીટર દૂર રહીમ ખાન જિલ્લામાં બની છે.

અત્રેના ઘુનિયા વિસ્તારમાં રહેનાર બસ્તી કતાએ જણાવ્યું કે ગયા ગુરૂવારે તેમની પુત્રી ઘરની બહાર રમતી વખતે ગુમ થઇ ગઇ હતી. કતાએ આ અંગેની જાણ પોલીસમાં કરી, અને તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી. પરિવારજનોએ બાળકીને ખૂબ જ શોધી પરંતુ તેનો કોઇ પતો લાગ્યો નહી. શનિવારે કતાના પરિવારજનોને બાળકીનો મૃતદેહ ખુલા મેદાનમાં મળી આવ્યો.

rape
પોલીસ મૃતદેહને ખાનપુરના સરકારી હોસ્પિટલમાં લઇ ગઇ પરંતુ ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કરી દીધો. રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા. ત્યારબાદ સ્થાનીય પ્રશાસનના હસ્તક્ષેપને કારણે તબીબોએ ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કર્યું. જેમાં તેની સાથે બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું. ડોક્ટરોનું કહેવું છે કે બળાત્કાર દરમિયાન જ બાળકીનું મોત થયું હતું. પોલીસે અજાણ્યા લોકોની વિરુધ્ધ કેસ નોંધી લીધો છે.

અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનમાં સૌથી મોટી લઘુમતી કોમ હિન્દુ છે પરંતુ તેની વસ્તી આશરે 18 કરોડની કૂલ જનસંખ્યાની માત્ર 2 ટકા છે. મોટાભાગના હિન્દુઓ દક્ષિણી સિંધ પ્રાંતમાં રહે છે, જ્યાં લઘુમતી સમુદાયની મહિલાઓનું કથિત અપહરણ અને તેમનું જબરદસ્તી ધર્મ પરિવર્તનના ઘણા કિસ્સા સામે આવ્યા છે. બલૂચિસ્તાનમાં હાલના વર્ષોમાં સમુદાયને આતંકવાદીઓએ નિશાનો બનાવ્યા છે.

English summary
A nine-year-old Hindu girl was raped and killed in Punjab province of Pakistan, officials said on Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.