For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ગૌરી મિસાઈલનું સફળ પરીક્ષણ કરી કહ્યુ, ‘હેતુ શાંતિ જાળવવાનો'

પાકિસ્તાનની આર્મી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (એએસએફસી) એ સોમવારે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ ગૌરી મિસાઈલનું ટ્રેનિંગ લોન્ચ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની આર્મી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (એએસએફસી) એ સોમવારે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ ગૌરી મિસાઈલનું ટ્રેનિંગ લોન્ચ કર્યુ છે. પાકિસ્તાન પાસે આ એકમાત્ર એવી મિસાઈલ છે જે લિક્વિડ ફ્યુલ છે અને બેલેસ્ટિક ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન તરફથી આ મિસાઈલના પરીક્ષણ પર સેનાને અભિનંદન આપવામાં આવ્યા છે. પાકિસ્તાન સેનાના ઈન્ટર સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ તરફથી નિવેદન જારી કરીને આની પુષ્ટિ કરવામાં આવી છે.

pak missile

વર્ષ 1998 માં થયુ હતુ લોન્ચ

પાકિસ્તાન મિલિટ્રી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 'સેનાની તૈયારીઓને પરખવાના હેતુથી ગૌરી મિસાઈલ સિસ્ટમ ટ્રેનિંગ લોન્ચ કરવામાં આવ્યુ જે સફળ રહ્યુ.' ગૌરી મિસાઈલ પારંપરિક અને પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ છે. વળી, આ મિસાઈલ 1300 કિલોમીટર સુધીના અંતરનું લક્ષ્ય ભેદી શકે છે. આ મિસાઈલ વર્ષ 1998 માં પહેલી વાર લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આમાં ઘણા ફેરફારો થયા છે. મિસાઈલ તેની હાઈ એક્યુરસી માટે જાણીતુ છે. પાકિસ્તાન મિલિટ્રીનો દાવો છે કે મિસાઈલનું પરીક્ષણ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ બનારસમાં મોદી સામે હાર્દિક પટેલને ઉતારવાની તૈયારીમાં વિપક્ષઆ પણ વાંચોઃ બનારસમાં મોદી સામે હાર્દિક પટેલને ઉતારવાની તૈયારીમાં વિપક્ષ

English summary
Pakistan Army conducts training launch of Ghauri missile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X