For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેના અધ્યક્ષના નિવેદન બાદ બોલ્યું પાક, યુદ્ધ કરવા માટે છીએ તૈયાર

સેના અધ્યક્ષના નિવેદન બાદ બોલ્યું પાક, યુદ્ધ કરવા માટે છીએ તૈયાર

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં સરકારોની સરકારો બદલાઈ ગઈ પણ નીતિ અને માનસિકતા હજુ હતી એવીને એવી જ છે. અપેક્ષા હતી કે ઈમરાન ખાનની સરકાર આવ્યા બાદ ભારતમાં ઘૂષણખોરી ઓછી થશે, અને બંને દેશ વચ્ચેની સમસ્યાઓનું નિરાકરણ કદાચ લાવી શકાશે પણ ઈમરાન ખાનની સરકારે પણ ભારતીયોની અપેક્ષા પર પાણી ફેરવી દીધું છે અને છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં સેના સાથે સતત આતંકી અથડામણ થઈ રહી છે.

સરકાર બદલાઈ પણ વલણ એ જ

સરકાર બદલાઈ પણ વલણ એ જ

ઈમરાન ખાનની નવી સરકારે શપથ લીધા બાદ પણ પાકિસ્તાનમાં કંઈ બદલાવ આવ્યો છે. ભારતીય વાયુ સેનાના પ્રમુખ જનરલ બિપિનચંદ રાવતે ઘાટીમાં ચાલી રહેલ આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું હતું કે પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવી રહેલ બર્બરતાનો બદલો લેવાની જરૂર છે. જેવી રીતે પાછલા કેટલાક દિવસોથી આતંકવાદીઓ જે રીતે પોલીસકર્મીઓ અને એમના પરિજનોને નિશાન બનાવી રહ્યા છે એ બાદ સેનાનું વલણ સખ્ત થતું જઈ રહ્યું છે. જનરલ રાવતના આ નિવેદન પર પાકિસ્તાનની સેનાએ કહ્યું કે અમે યુદ્ધ માટે તૈયારી છીએ.

અમે યુદ્ધ માટે તૈયાર છીએ

અમે યુદ્ધ માટે તૈયાર છીએ

પાકિસ્તાનની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે કહ્યું કે અણે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમે પાકિસ્તાન, પાડોશી અને આ વિસ્તારમાં શાંતિ માટે અમનનો રસ્તો અપનાવીશું. એમણે કહ્યું કે અમારો દેશ આતંકવાદ વિરુદ્ધ લડી રહ્યો છે અને આ લડાઈનો લાંબો ઈતિહાસ રહ્યો છે. અમે શાંતિની કિંમત જાણીએ છીએ. ગફૂરે કહ્યું કે પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે પરંતુ તેને અમારી નબળાઈ ન સમજવી. જ્યારે તમે યુદ્ધ માટે તૈયાર છો તો અમે પણ તૈયાર જ છીએ.

ભારતના આરોપોનો ફગાવ્યા

ભારતના આરોપોનો ફગાવ્યા

ગફૂરે ભારતના જવાનોની હત્યાના આરોપને ફગાવી દીધા. કહ્યું કે કોઈ જવાનને નુકસાન પહોંચાડવા માટે અમે ક્યારેય કંઈ કર્યું નથી. અમે પ્રોફેશનલ સેના છીએ અને આવા પ્રકારના કામમાં ક્યારેય સામેલ નથી થતા. યુદ્ધ માટે અમે તૈયાર છીએ. પરંતુ પાકિસ્તાનની જનતા, પાડોશ અને ક્ષેત્રના હિત માટે શાંતિનો રસ્તો અપનાવીશું. એમણે કહ્યું કે ઘરેલૂ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભારત આવા પ્રકારના નિવેદનો આપી રહ્યું છે.

ત્રણ એસપીઓની હત્યા બાદ તણાવ વધ્યું

ત્રણ એસપીઓની હત્યા બાદ તણાવ વધ્યું

જણાવી દઈએ કે જેવી રીતે ઘાટીમાં ત્રણ એસપીઓની હત્યા થી તે બાદ સતત ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હત્યાઓ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સાબિત થઈ શકે તેવા પ્રકારના ઠોસ સબુત પણ મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન હિઝબુલ-મુજાહિદ્દીને મહિલા પોલીસકર્મીઓને લુખ્ખી ધમકી આપી છે કે જો તેઓ પોતાના પદ પરથી રાજીનામું નહિ આપે તો ગોળી ખાવા માટે તૈયાર રહે.

આ પણ વાંચો-રાહુલ ગાંધીનું આખું ખાનદાન ચોર છે: નિર્મલા સીતારમન

English summary
Pakistan army says we are ready for war after Army Chief Gen Bipin Rawat comment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X