For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાને ભારતીય રાજદૂતોને 48 કલાકમાં દેશ છોડવાનો આપ્યો આદેશ
પાકિસ્તાન ઉચ્ચાયુક્તના એક કર્મી મહેમૂદ અખ્તરના જાસૂસીના આરોપમાં પકડાયા બાદ તેને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના પગલે પાકે પણ ભારતના રાજદૂત સુરજીત સિંહને પાકિસ્તાન છોડવાનો આદેશ આપી દીધો છે.
પાકિસ્તાન સરકારે ભારતના એક રાજદૂત સુરજીત સિંહને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના વિદેશ સચિવે આ વાતની જાણકારી આપી છે. પાકિસ્તાને આ કાર્યવાહી ભારતમાં પાકિસ્તાનના એક અધિકારી મહમૂદ અખ્તરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયા અને દેશ છોડવાના આદેશ અપાયા બાદની છે. જો કે પાકે મહમદ પર જાસૂસીના આરોપોનું ખંડન કર્યુ છે. પાકે ભારતીય અધિકારીઓ પર મહમૂદ સાથે ખરાબ વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.