For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નસીરુદ્દીન શાહના નિવેદનને પાકિસ્તાને ગણાવ્યુ સાચુ, કહ્યુ - મોદી સરકાર છે ફાસીવાદી સરકાર

પાકિસ્તાન તરફથી પણ નસીરુદ્દીન શાહના નિવેદનને સાચુ ગણાવીને મોદી સરકાર પર વાર કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહના વિવાદિત નિવેદન પર હજુ સુધી ભારતના કોઈ પણ રાજકીય હસ્તીએ પ્રતિક્રિયા આપી નથી પરંતુ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે હોબાળો મચેલો છે. વળી, પાકિસ્તાન તરફથી પણ આ નિવેદનને સાચુ ગણાવીને મોદી સરકાર પર વાર કરવામાં આવ્યો છે અને શાહના હમદર્દ બનવાની કોશિશ કરવામાં આવી છે. સરકારી બ્રૉડકાસ્ટર રેડિયો પાકિસ્તાને આ અંગે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે મોદી સરકારને ફાંસીવાદી સરકાર કહી દીધી છે.

મોદી સરકારને કહી ફાસીવાદી સરકાર

મોદી સરકારને કહી ફાસીવાદી સરકાર

તેણે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે, 'પ્રસિદ્ધ ભારતીય અભિનેતા નસીરુદ્દીન શાહે ફાસીવાદી મોદી સરકારને મુસલમાનોના નરસંહારને રોકવા માટે કહ્યુ છે અને ચેતવણી આપી છે કે ઉત્પીડનથી ગૃહયુદ્ધ થઈ શકે છે.'

'મુસલમાનોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવી રહ્યા'

'મુસલમાનોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવી રહ્યા'

માત્ર રેડિયો પાકિસ્તાને જ નહિ પરંતુ PTV Newsએ પણ નસીરુદ્દીન શાહના ઈન્ટરવ્યુને ટ્વિટ કરીને લખ્યુ છે કે જાણીતા પત્રકાર કરણ થાપરના ઈન્ટરવ્યુમાં જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે ભારતમાં મુસલમાનોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવી રહ્યા છે અને આ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યુ છે. આ યોગ્ય નથી. હાલમાં પાકિસ્તાની મીડિયામાં નસીરુદ્દીન શાહ છવાયેલા છે અને તેમની પ્રશંસા કરીને મોદી સરકારને ઘેરવામાં આવી રહી છે.

'આ લડાઈમાં દુનિયા અને પાક ક્યાં ઉભા રહેશે'

'આ લડાઈમાં દુનિયા અને પાક ક્યાં ઉભા રહેશે'

એટલુ જ નહિ પાકિસ્તાનના પૂર્વ રાજનાયક જફર હિલાલીએ પણ આ મામલે ટ્વિટ કર્યુ છે કે 'અંતતઃ એક પ્રમુખ ભારતીય વ્યક્તિત્વ અને દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ગૃહ યુદ્ધની ચેતવણી આપી છે, જો મોદી સરકાર 200 મિલિયન મુસલમાનોને ભારતને શુદ્ધ કરવાના ઉદ્દેશથી પોતાની નરસંહાર નીતિ ચાલુ રાખશે તો કોઈ સવાલ જ નથી કે આ લડાઈમાં દુનિયા અને પાક ક્યાં ઉભુ હશે.'

'ભાજપ આ બધુ ચૂંટણી જીતવા માટે કરે છે'

'ભાજપ આ બધુ ચૂંટણી જીતવા માટે કરે છે'

પૂર્વ રાજનાયક અબ્દુલ બાસિતે આ વિશે ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'જ્યારથી સત્તામાં ભાજપ અને આરએસએસ આવ્યા છે ત્યારથી જ ભારતમાં મુસલમાનોની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમના સામે હિંસા વધી ગઈ છે. ભાજપ આ બધુ ચૂંટણી જીતવા માટે કરે છે, આ બધુ ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે.'

શું કહ્યુ નસીરુદ્દીન શાહે?

નસીરુદ્દીન શાહે કહ્યુ કે 'હાલમાં ભારતમાં મુસલમાન ઉત્પીડનના શિકાર છે, તેમને ડરાવવામાં આવી રહ્યા છે. ચર્ચ-મસ્જિદ તોડવામાં આવી રહ્યા છે. જો મંદિર તોડવામાં આવશે તો વિચારો કેવુ લાગશે? નસીરુદ્દીન શાહનુ માનવુ છે કે અમુક મુસલમાનોના નરસંહારનુ આહ્વાન કરી રહ્યા છે, સત્તાધારી દળ અલગાવવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ઔરંગઝેબને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ બધુ ગૃહયુદ્ધને પ્રોત્સાહન આપવા જેવુ છે. આ એક ચિંતાજનક સ્થિતિ છે.'

English summary
Pakistan called Naseeruddin Shah's controvesial statement tru and sai Modi government is fascist government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X