ભારતના ગુસ્સા બાદ પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું, લખવી જેલમાંથી બહાર નહી આવે
ઇસ્લામાબાદ, 30 ડિસેમ્બર: ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે મુંબઇમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું રચનાર મુખ્ય આરોપી જકીઉર રહમાન લખવીને સશર્ત છોડી મુકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતનું ગુસ્સે થવું સ્વાભાવિક જ હતું એટલા માટે સોમવારે સાંજે જ પાક હાઇ કમિશનરને જાણ કરી ત્યારબાદ પાકિસ્તાને મોડી રાત્રે પોતાનું નિવેદન મીડિયામાં જાહેર કરીને આ મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે.
પાકિસ્તાને ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ ભોગે જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર આવવા નહી દે કારણ કે જેવો જ પેરલ પર છુટશે તેને બીજા કેસમાં ધરપકડૅ કરી લેવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદી વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે.
પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું લખવી જેલમાંથી બહાર નહી આવે
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે લખવીને 10 લાખ રૂપિયાના વ્યક્તિગત જામીન ભરવા માટે કહ્યું છે. કોર્ટે તેને ધરપકડમાં રાખવા સરકારના આદેશને સોમવારે સ્થગિત કરી દિધો.
પાકિસ્તાન પોતે આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે
લખવીને પાકિસ્તાનની આતંકવાદ નિરોધક કોર્ટના ન્યાયાધીશ સૈય્યદ કૌસર અબ્બાસ જૈદીએ 18 ડિસેમ્બરના રોજ જામીન આપ્યા હતા. પરંતુ તેને 19 ડિસેમ્બરના રોજ એકવાર ફરી વ્યવસ્થા જાળવી રાખવા સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી. લખવીએ તેને ફરીથી ધરપકડમાં લેવાના સરકારના ફેંસલાને 26 ડિસેમ્બરે પડકાર્યો હતો.
#Lakvi, the GoodTerrorist, freed by #Pakistan.
Not trending #IllRideWithYou in #India?
— VijayThakkar (@vikingthakkar) December 29, 2014
ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં લખવી દ્વારા અધિવક્તા રિઝવાન અબ્બાસીએ તરફેણ કરી અને કહ્યું કે કોર્ટે તેના આરોપીની અરજી સ્વિકારી લીધી હતી, પરંતુ તંત્રએ તેને ધરપકડમાં રાખ્યો છે, જે ગેરકાનૂની છે. તેમણે કહ્યું કે જામીન મૌલિક અધિકારનો મુદ્દો છે. વકીલની દલીલ બાદ કોર્ટે ધરપકડના આદેશને સસ્પેંડ કરી દિધા હતા.
@writers1234 @timesofindia
Releasing #Lakvi is going to hurt Pak.India hav Plan B to get after dawood,Lakhvi & Hafiz saeed.
6months more:)
— Tyrion (@TyrionSinister) December 29, 2014
અત્રે ઉલ્લેખનીય છે કે લખવી તે સાત આતંકવાદીમાંથી એક છે જેમના પર મુંબઇ હુમલાનું કાવતરું રચવા અને તેમાં મદદ કરવાનો આરોપ છે. તેને મુંબઇ હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબના નિવેદન પર ફેબ્રુઆરી 2009માં પાકિસ્તાનની સંઘીય તપાસ એજેંસીએ ધરપકડ કરી હતી. આ સાથે જ આ મુદ્દે છ અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.