For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાનનો શપથગ્રહણ મુશ્કેલીમાં, બે સીટોના પરિણામો અટકાવાયા

પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે. ચૂંટણી આયોગના આ નિર્ણયથી ઈમરાના ખાનનો શપથગ્રહણ અટક્યો છે. 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણી બાદ ઈમરાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો છે સોમવારે પક્ષે ઈમરાન ખાને પોતાના સંસદીય દળના નેતા ઘોષિત કરી દીધા.

imran khan

ઈસ્લામાબાદ અને લાહોરની સીટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈમરાન ખાનની ત્રણ સીટો પર જીતની અધિસૂચના જારી કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી આયોગને આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે નિર્ણય લેવામાં મોડુ થઈ રહ્યુ છે. 65 વર્ષીય ઈમરાને પાંચ સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર જીત મેળવી છે. ચૂંટણી આયોગે ઈસ્લામાબાદની એનએ-53 અને લાહોરની એનએ-131 સીટ પર આવેલા પરિણામોની સૂચના જારી કરવા પર રોક લગાવી દીધી છે. એનએ-53 થી ઈમરાને પૂર્વ પાક પીએમ શાહિદ ખાકન અબ્બાસીને મ્હાત આપી છે. ઈમરાનને આ સીટ પર 92,891 મત મળ્યા હતા જ્યારે અબ્બાસીને 44,314 મત મળ્યા હતા. ચૂંટણી આયોગે ઈમરાન સામે નોંધાયેલ આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જોડાયેલા કેસની સુનાવણી કરવાની છે. આના કારણે પરિણામો પર રોક લગાવી દેવામાં આવી છે.

પૂર્વ રેલ મંત્રીને દાખલ કરી યાચિકા

લાહોરની એનએ-131 સીટ પર ઈમરાનનો મુકાબલો પાકિસ્તાનના મુસ્લિમ લીગ- નવાઝના નેતા અને પાકના પૂર્વ રેલ મંત્રી ખ્વાજા સાદ રફીક સાથે હતો. રફીકે ઈમરાનને આકરી ટક્કર પણ આપી હતી. એનએ-131 સીટ પર ઈમરાનની જીતની સૂચના ટાળી દેવામાં આવી છે કારણકે લાહોર હાઈકોર્ટમાં રફીકે યાચિરા દાખલ કરી હતી. આ યાચિકામાં તેમણે આ સીટ પર મતનો ગણતરી ફરીથી કરવાની માંગ કરી હતી. બાનુની એનએ-35, મિયાંવાલીની એનએ-95 અને કરાંચી ઈસ્ટની એનએ-243 પર ઈમરાનની જીતનો વિષય પમ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી આયોગના અંતિમ નિર્ણય પર થશે. આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ હતુ કે ચૂંટણી આયોગે તે બધી પાંચ સીટોના પરિણામો પર રોક લગાવી દીધી છે. જો કે બાદમાં આના પર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ અને માત્ર બે સીટેના પરિણામો પર રોક લગાવવામાં આવી છે.

English summary
Pakistan election commission withheld the victory notifications of Imran Khan from two seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X