For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકને ભારતથી આગળ ના લઈ ગયો તો મારુ નામ બદલી દેજોઃ શહબાઝ શરીફ

પાકિસ્તાન મુસ્લિમ લીગ -નવાઝ (પીએમએલ-એન) ના ચીફ શહબાઝ શરીફે પાકિસ્તાનને ભારતથી વધુ બહેતર બનાવવાનું વચન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન) ના ચીફ શહબાઝ શરીફે પાકિસ્તાનને ભારતથી વધુ બહેતર બનાવવાનું વચન આપ્યુ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર શહબાઝે પંજાબ પ્રાંતના સારગોધા જિલ્લામાં રેલીને સંબોધિત કરતા કહ્યુ કે જો તેમનો પક્ષ સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનને ભારતથી આગળ ના લઈ ગયો તો લોકો તેમનું નામ બદલી શકે છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શહબાઝ શરીફને પોતાના ભાઈ નવાઝ શરીફના પીએમ પદથી બરખાસ્ત કરાયા બાદ પીએમએલ-એનના નવા ચીફ બનાવવામાં આવ્યા.

shehbaz sharif

પાકિસ્તાની ન્યૂઝપેપર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ શહબાઝે જનતાને કહ્યુ કે જો તે સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનને ભારતથી બહેતર નહિ બનાવે તો લોકો તેમનું નામ બદલી શકે છે. તેમણે એમ પણ કહ્યુ કે તે (ભારતીય) વાઘા સીમા પર આવશે અને પાકિસ્તાનને પોતાના ગુરુ કહીને બોલાવશે.

પીટીઆઈ ચીફ પર હુમલો કરતા શહબાઝે કહ્યુ કે આપણા મુલ્કને ખોટા વચનો આપનાર ઈમરાન ખાનને વોટ આપીને પાકિસ્તાન ક્યારેય મહાન દેશ નહિ બની શકે. તેમણે આગળ કહ્યુ કે જો તે જીતશે તો મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ અને તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન તૈયબ સાથે મુલાકાત કરીને પાકિસ્તાનને એક મહાન મુલ્ક બનાવવા માટેના ગુર શીખશે.

શાહરબાઝે કહ્યુ કે ઈમરાન ખાને તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે પરંતુ હજુ સુધી તેમની સામે એક પણ પુરાવો મળ્યો નથી. શહબાઝ શરીફે પાકિસ્તાનની અવામને છ માસની અંદર વીજળી પહોંચાડવાનું વચન આપ્યુ છે. પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી છે ઈમરાન ખાન અને નવાઝ શરીફના પક્ષ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

English summary
Pakistan Elections: People can change my name if I don't take contry ahead of India, says PML-N chief Shehbaz Sharif
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X