
પાકિસ્તાને કર્યો 182 મદરેસા પર નિયંત્રણનો દાવો, 121 લોકોની થઈ ધરપકડ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સરકારે ગુરુવારે આ વાતની ઘોષણા કરી છે કે તેમણે 182 મદરેસાને પોતાના નિયંત્રણમાં લીધા છે. સાથે જ 121 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકાર મુજબ તેમણે દેશમાં કાર્યરત ઈસ્લામિક આતંકીઓ પર એક્શન લેવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યવાહી કરી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે તમામ પ્રતિબંધિત સંગઠનોનો ભાગ હતા, એવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. પાકિસ્તાને જણાવ્યું કે પાછલા લાંબા સમયથી આવા પ્રકારની કાર્યવાહીની યોજના બનાવવામાં આવી રહી હતી. જેને ભારત સરકારના ગુસ્સાના કારણે કરવામાં આવી છે જેમાં પાકિસ્તાનને તેની જમીન પર રહેલ આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે દોષ આપવામાં આવે છે.
121ની ધરપકડ
પકિસ્તાનના આંતરિક મંત્રાલય તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતીય સરકારોએ 182 મદરેસાના પ્રશાસન અને પ્રબંધન પર પોતાનું નિયંત્રણ લઈ લીધું છે. 14 ફેબ્રુઆરીએ જ્યારથી જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો છે, તે બાદથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધતું જઈ રહ્યું છે. પુલવામા આતંકી હુમલાને જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાવરે અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે એજન્સીઓ તરફથી 121 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
મદરેસા પર હંમેશા લાગે છે આરોપો
પાકિસ્તાનમાં હંમેશા મદરેસાના યુવાનોને ચરમપંથી માટે આકર્ષિત કરવાનો દોષી જણાવવામાં આવે છે. જૈશના પણ કેટલાય મદરેસા પાકિસ્તાનમાં ચાલે છે. વધુ એક હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવાના પણ કેટલાય મદરેસા પાકિસ્તાનમાં સંચાલિત થઈ રહ્યા છે. જેયૂડી ખુદને એક ધર્માર્થ સંસ્થા કરાર આપે છે. જ્યારે આંતરિક મંત્રાલય તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક વિવિધ સંગઠનોના મદરેસા પર પણ નિયંત્રણ લેવામાં આવ્યું છે જેમાં 34 સ્કૂલ કે કોલેજ, 163 ડિસ્પેન્સરીઝ, 184 એમ્બ્યુલન્સ, પાંચ હોસ્પિટલ અને આઠ ઑફિસ સામેલ છે.