For Daily Alerts
11 ભારતીય કેદીઓને આઝાદ કરશે પાકિસ્તાન
ઇસ્લામાબાદ, 2 જુલાઇ: પાકિસ્તાને 11 ભારતીય કેદીઓને આઝાદ કરવાની જાહેરાત કરી છે. આ તમામ કેદી આ મહીનાની 15 તારીખ સુધી આઝાદ થઇ જશે. પાકિસ્તાને સોમવારે આ જાહેરત બંને દેશો દ્વારા એકબીજાની જેલોમાં બંદ કેદીઓની સૂચિની અદલા-બદલી કર્યા બાદ કરી. જોકે પાકિસ્તાન દ્વારા આઝાદ કરવામાં આવનાર કેદીઓ અંગેની કોઇ જાણકારી આપી નથી.
ઉલ્લેખનીય છે કે સૂચિઓનું આદાન પ્રદાન બંને દેશોના મધ્યમાં 2008માં થયેલી સમજૂતી અનુસાર કરવામાં આવે છે. પાકિસ્તાની વિદેશ વિભાગના ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસને પાકિસ્તાની જેલોમાં બંધ 491 કેદીઓની સૂચિ સોંપી છે.
આ જ રીતે ભારતીય વિદેશ મંત્રાલયે દેશમાં બંધ 386 પાક કેદીઓની સૂચિ નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઇકમિશનને મોકલવામાં આવી છે. સૂચિની અદલા-બદલી
વર્ષમાં બે વખત 1 જાન્યુઆરી અને 1 જુલાઇના રોજ કરવામાં આવે છે. પોતાની સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને મૂક્ત કરી દેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ પાકિસ્તાન સરહદ પર નિયંત્રણ રેખાનો ભંગ કરીને ઓફન ફાયરીંગ કર્યા કરે છે. જ્યારે બીજી બાજું તેણે પહેલા પણ કેટલાંક ભારતીય કેદીઓને છોડવાની વાત કરી હતી.