હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવ્યો
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સરકારે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેની એક શાખા ફલાહ-એ-ઈંસાનિયત પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો. ગુરુવારે પાકિસ્તાનની ઈંટીરિયર મિનિસ્ટ્રીના પ્રવક્તાએ આ ફેસલાની જાણકારી આપી છે.
મિનિસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું કે જમાત ઉદ દાવા અને ફલાહે ઈંસાનિયતને ઈંટીરિયર મિનિસ્ટ્રીએ ગેરકાયદેસર માન્યાં હતાં, જે બાદ મીટિંગમાં પણ આ વાતને રાખવામાં આવી. જે બાદ આ સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે પીએમ ઈમરાન ખાને આતંકના મામલામાં કોઈ ઢીલ ન વરતવાની વાત કહી છે. અન્ય બે સંગઠનો પર પણ તેના મંત્રાલયની બાજ નજર હોવાની વાત કહી છે.
જણાવી દઈએ કે હાફિઝ સઈદ મુંબઈમાં થયેલ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. સઈદના સંગઠન પર પહેલા પણ પાકિસ્તાન પ્રતિબંધ લગાવતું આવ્યું છે. થોડા દિવસ પહેલા જ સઈદના આ બંને સંગઠનો પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. હાફિઝ સઈદ આ બંને સંગઠનો દ્વારા હજારો સ્કૂલ, હૉસ્પિટલ અને અન્ય વસ્તુઓ કરે છે. હાફિઝ સઈદે ગત જનરલ ઈલેક્શનમાં પાર્ટી બનાવીને ચૂંટણી પણ લડી હતી, જો કે એકપણ સીટ જીતવામાં સફળ નહોતો થયો.
પુલવામા જેવી ઘાત ટાળવા મોદી સરકારનો મહત્વનો ફેસલો, જવાનો માટે પ્લેનની સુવિધા