For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં વધુ ચાર કેદીઓને અપાઇ ફાંસી

|
Google Oneindia Gujarati News

લાહોર, 22 ડિસેમ્બર: પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફ પર હુમલામાં સામેલ વધુ ચાર દોષિયોને મોતની સજા આપવામાં આવી છે.

પંજાબ પ્રાંતના ફૈસલાબાદની જિલ્લા જેલમાં જે લોકોને ફાંસી આપવામાં આવી તેમાં જુબેર અહમદ, રશીદ કુરેશી, ગુલામ સરવર ભટ્ટી અને રૂસી નાગરિક અખલાક અહમદનો સમાવેશ થાય છે. ફાંસી આપવામાં આવતા પહેલા આ કેદીયોના પરિવારવાળાઓને તેમને મળવાની પરવાનગી આપવામાં આવી હતી.

કોઇ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે શહેરમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા માટે વધારાના પોલીસ જવાનોને પણ ખડે પગે કરાયા છે. ઉપરાંત જેલ તરફ જતા તમામ માર્ગો પર કંટેનર અને અવરોધ લગાવી દેવામાં આવ્યા છે.

hang
લાહોરની કોટ લખપત જેલમાં પણ વધુ ચાર કેદીઓને મોતની સજા આપવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમને આવતા 24-36 કલાકની અંદર ફાંસી આપવામાં આવી શકે છે.

ગયા શુક્રવારે ફૈસલાબાદની જિલ્લા જેલમાં જ બે પૂર્વ સૈન્યકર્મીઓને ફાંસી આપવામાં આવી હતી. આ લોકોએ વર્ષ 2009ના રાવલપિંડી સ્થિતિમાં સેના મુખ્યાલયના મામલે મોતની સજા સંભળાવવામાં આવી હતી.

ગય અઠવાડીએ પેશાવરની સૈનિક શાળા પર તાલિબાન દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલા બાદ પાકિસ્તાન સરકારે ફાંસી પર લાગેલી પાબંદીને હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

English summary
Pakistan hangs 4 more terrorists on Sunday in Faisalabad. 4 others are in line and will be hanged in next 24 to 36 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X