પાકિસ્તાને હાફિઝ સઇદ અને તેના સંગઠનને આંતકી જાહેર કર્યું
પાકિસ્તાને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદને એક મોટો ઝટકો આપ્યો છે. છેવટે પાકિસ્તાને તેને આતંકી જાહેર કર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક તેવા બિલ પર સાઇન કરી લીધી છે જે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની તરફથી પ્રતિબંધિત આંતકી સંગઠનો જેવા કે લશ્કરે એ તૈયબા, અલ કાયદા અને તાલિબાની સંગઠનો પર લગામ કસે છે. આ લિસ્ટમાં જેયૂડીનું પણ નામ છે. જેયૂડી એટલે કે જમાત-ઉદ-દાવા, હાફિઝ સઇદનું સંગઠન છે. આમ હવે પાકિસ્તાને હાફિઝ સઇદને આંતકી અને જમાત-ઉદ-દાવાને આંતકી સંગઠન જાહેર કર્યું.પાકિસ્તાન તરફથી મહત્વના પગલાં લેવામાં આવ્યા જે બાદ જેયૂડીનું બેંક એકાઉન્ટ પણ સીલ થશે. તમને જણાવી દઇએ કે ફ્રાંસની રાજધાની પેરિસમાં ફાઇનેશિયલ એક્શન ટાસ્ક ફોર્સની એક મિટીંગ થવાની છે.
આ ટાસ્ક ફોર્સ મની લોન્ડ્રિંગ જેવા મામલે અનેક દેશો પર નજર રાખે છે. પાકિસ્તાન હંમેશા પોતાને આ મામલે સાફ બતાવવાનો પ્રયાસ કરતું આવ્યું છે. માનવામાં આવી છે કે જેયૂડી આંતકી જાહેર કરીને પાકિસ્તાન આ ટાસ્ક ફોર્સની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાની છાપા ધ એકસ્પ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ પાકિસ્તાને જે બિલ પર સાઇન કર્યું છે તે આંતકવાદ નિરોધક અધિનિયમના એક નિયમનું સંશોધન કરે છે. અને તે આંતકી સંગઠનોથી જોડાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સમેત તેમના એકાઉન્ટ સીલ કરવા જેવા અધિકારો આપે છે. રાષ્ટ્રપતિ ભવનથી મળતી માહિતી મુજબ આ ઘટનાક્રમની પૃષ્ઠી કરવામાં આવી છે. જો કે આ મામલે હજી વધુ સ્પષ્ટ જાણકારી નથી મળી. યુએનએસસીના પ્રતિબંધિત લિસ્ટમાં અલ કાયદા, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, લશ્કર એ ઝાંગવી, જમાત ઉદ દાવા, ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન, લશ્કર એ તૈયબા જેમાં આતંકી સંગઠનો સમાવિષ્ઠ છે.