For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર

પાકિસ્તાનમાં એક નાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિતને આગલા સપ્તાહે મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં એક નાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિતને આગલા સપ્તાહે મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સાત વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે આરોપી ઈમરાન અલીને 17 ઓક્ટોબરે ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો છે. પંજાબના કસૂર શહેરમાં બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકોએ દોષિતને સજા અપાવવા માટે આંદોલન કર્યુ હતુ.

સ્પેશિયલ એન્ટી-ટેરરિઝન કોર્ટે સંભળાવી હતી સજા

સ્પેશિયલ એન્ટી-ટેરરિઝન કોર્ટે સંભળાવી હતી સજા

સ્પેશિયલ એન્ટી ટેરરિઝન કોર્ટ (એટીસી) એ ઈમરાન અલી સામે બ્લેક વોરન્ટ જારી કર્યો હતો જેને 21 સજા-એ-મોત સંભળવવામાં આવી હતી. એટીસી કોર્ટના જજ શેક સજ્જાદ અહેમદે પોતાના ચુકાદામાં અલીને 17 ઓક્ટોબરે ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો છે. એટીસીએ જધન્ય ગુનામાં દોષિત અલીને 10 લાખના દંડ સાથે ફાંસીની સજા આપી હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં અલીને કોર્ટે સજા સંભળાવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: પીએમ મોદીએ ગુજરાતી લખ્યુ ગીત, દિવ્યાંગ બાળકો સાથે કર્યા ગરબાઆ પણ વાંચોઃ VIDEO: પીએમ મોદીએ ગુજરાતી લખ્યુ ગીત, દિવ્યાંગ બાળકો સાથે કર્યા ગરબા

પાકિસ્તાનમાં જોવા મળ્યો હતો ગુસ્સો

પાકિસ્તાનમાં જોવા મળ્યો હતો ગુસ્સો

આરોપી અલીએ પોતાની મોતની સજા ટાળવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પણ અપીલ કરી હતી પરંતુ તે કામ ન આવી શક્યુ. આ પહેલા આરોપી લાહોર હાઈકોર્ટમાં પણ પોતાની સજા સામે અપીલ કરી ચૂક્યો હતો પરંતુ કોર્ટે આને જધન્ય ગુનો ગણાવીને તેની અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પણ અલીને મોતની સજાથી ઓછુ ન માન્યુ. આ હ્રદય કંપાવી દેનારી ઘટના બાદ પાકિસ્તાનના શહેરોમાં દોષિતને વહેલામાં વહેલી તકે સજા કરવાની માંગ ઉઠી અને ઘણી જગ્યાએ પ્રદર્શન પણ થયા હતા.

અલીએ આ રીતે આપ્યો હતો હેવાનિયતને અંજામ

અલીએ આ રીતે આપ્યો હતો હેવાનિયતને અંજામ

પાકિસ્તાનના કસૂર શહેરમાં સાત વર્ષીય જૈનબ નામની બાળકીનું તેની આન્ટીના ઘરેથી 4 જાન્યુઆરીએ અપહરણ થયુ હતુ. અપહરણ થયાના પાંચ દિવસ બાદ બાળકીની લાશ કચરાના ઢગલામાંથી મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે સગીર સાથે દુષ્કર્મ થયુ છે અને પછી તેની હત્યા કરવામાં આવી છે. આ પહેલા પોલિસે સીસીટીવીમાંથી પુરાવા એકઠા કર્યા હતા જેમાં ઈમરાન અલી જૈનબના ઘર પાસે ટહેલતો જોવા મળી રહ્યો હતો. પોલિસે અલીને એક સીરિયલ કિલર ગણાવ્યો હતો જેના પર ઘણી હત્યાઓ કરવાનો આરોપ હતો.

આ પણ વાંચોઃ ફેસબુક પર તમારા ફોન નંબરથી લઈ ચેક્ડ ઈન લોકેશન સુધી બધુ થઈ ગયુ છે ચોરીઆ પણ વાંચોઃ ફેસબુક પર તમારા ફોન નંબરથી લઈ ચેક્ડ ઈન લોકેશન સુધી બધુ થઈ ગયુ છે ચોરી

English summary
Pakistan: Kasur rape convict to be hanged next week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X